________________
૧૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : સર્વવ્યાપી જો એનો સ્વભાવ છે, તો સર્વવ્યાપકતા કેમ થતી નથી ?
દાદાશ્રી : આત્માનો સર્વવ્યાપક સ્વભાવ છે પણ તે સંજોગોને આધીન સર્વવ્યાપકતા ઉત્પન્ન થતી નથી.
આત્મા જ્ઞાનભાવે દેહમાંથી છૂટો થાય ત્યારે સર્વવ્યાપક થાય છે. ત્યારે બધે જ પ્રકાશે છે. અજ્ઞાનભાવે પ્રકાશે તો તે અમુક જ ભાગ પ્રકાશે. આત્મા સ્વભાવે કરીને તો સર્વવ્યાપક જ છે. જ્ઞાનીની અપેક્ષાએ આખા બ્રહ્માંડમાં વ્યાપક છે. સંપૂર્ણ નિરાવરણ એવો સચ્ચિદાનંદ છે.
આ શરીરરૂપી માટલું થયું એટલે એમાં પ્રકાશ બધો અંતરાઈ ગયો. હવે આ માટલું તૂટે તોય પ્રકાશ નીકળે નહીં. કારણ કે આવરણવાળું નીકળવાનુંને ! એટલે છેલ્લો અવતાર જે છે એ તૂટે ત્યારે આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાય.
આખા બ્રહ્માંડમાં પ્રકાશ પામે એવી એક જ આત્મામાં એટલી બધી શક્તિ છે. જ્યારે કર્મ રહિત થઈ જાય છે, શુદ્ધાત્મા થયા પછી, પાછો ડિસ્ચાર્જ પુરેપુરો થઈ રહે કે આખા બ્રહ્માંડમાં પ્રકાશ થાય. પણ છૂટે ત્યારે. દેહ ના છૂટ્યો હોય તો સર્વવ્યાપ્ત થાય નહીં.
દેહને લીધે અંતરાય સર્વવ્યાપક્તા પ્રશ્નકર્તા ઃ દાદા, દેહ છૂટે ત્યારે આત્મા સર્વવ્યાપક થાય એ વધારે સમજાવશો ?
દાદાશ્રી : આ જેમ પ્રકાશ છે ને, તે એને કોથળી બાંધી દે તો શું થાય ? પ્રકાશ વધારે આપે નહીં, અને પછી કોથળી છોડી દે તો ?
પ્રશ્નકર્તા : પ્રકાશ આપે. દાદાશ્રી : એટલે આ દેહરૂપી કોથળો છે ને, ત્યાં સુધી સર્વવ્યાપક
નથી.
પ્રશ્નકર્તા ઃ શરીર હોય તે ને વ્યાપક હોય તેના કરતા દેહવિલય