________________
[૬] સર્વવ્યાપક-સર્વવ્યાપી
૧૮૩
અલોકમાં આકાશ હોવા છતાં નહીં, કારણ કે ત્યાં શેય જાણવાનું હોય તો જ જાણનાર જ્ઞાતા હોય. જ્યાં શેય ના હોય ત્યાં જ્ઞાતા કેવી રીતે હોય ? એટલે જે અલોક આકાશ છે, એમાં જોય નથી. એક જ તત્ત્વ છે, આકાશ એકલું. તે ત્યાં આગળ કશું જોય નથી, પુદ્ગલ નથી. જે આ રૂપી વસ્તુઓ, બીજી એવી વસ્તુઓ જે છે એ બધી નથી.
અલોકમાં વસ્તુઓ નથી, એટલે શેય હોય તો જ્ઞાન જાય. શેય જ ના હોય તો જ્ઞાન શી રીતે જાય ? જોવાની વસ્તુઓ જ ના હોય તો જાય કેવી રીતે ? એટલે અહીં જોય છે લોકમાં તો બધે વ્યાપી જાય છે. આખા લોકમાં જ્ઞાન ફેલાય છે, અલોકમાં નહીં.
એટલે હવે જગતમાં કહેલું એ તો પેલા હિસાબે કહેલું છે કે પ્રકાશ ફેલાય છે ત્યારે આખા લોકમાં ફેલાય છે, અલોકમાં નહીં. બધી વસ્તુઓ જુએ છે. જેટલા જોય છે બધા તે જાણે છે. એટલે શું થાય છે કે તે ઘડીએ સર્વવ્યાપક થાય છે. બધા શેયને જાણવાને લીધે. એ દૃષ્ટિએ (અપેક્ષાએ) સર્વવ્યાપક છે.