________________
[૮.૬] સર્વવ્યાપક-સર્વવ્યાપી
૧૮૧
હોય. એક ટકો પણ આવરણરૂપે હોય. એને ફરી દેહ મળે તો પાછો આવરાયેલો જ હોય, એટલે વ્યાપક ના હોય.
દેહ સિવાય આ હોય જ નહીંને ! થોડી ડિગ્રી બાકી હોય પણ દેહ તો હોયને? હવે આખો છે તે વ્યાપક ક્યારે થાય છે? જ્યારે નિર્દેહ થાય છે. એ તો જ્યારે નિર્વાણપદ પ્રાપ્ત થાય ત્યારે સિદ્ધગતિમાં જતી વખતે વ્યાપક થાય છે, તે ભાજન પ્રમાણે વ્યાપકતા હોય. આખા બ્રહ્માંડમાં ફેલાય, સંકોચાય તે સ્થિત થાય સિદ્ધરૂપે
પ્રશ્નકર્તા: આત્મા નિર્વાણ થયા પછી આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય તો પછી મોક્ષે, એ જાય ખરોને? સિદ્ધગતિએ જાય ત્યારે એટલું મોટું સ્વરૂપ રહે કે જે સ્વરૂપ હતું તે ?
દાદાશ્રી : એ સ્વરૂપ જતું રહેવાનું. ત્યાં એ સંકોચાઈ જાય પછી. આત્મા સંકોચ-વિકાસનું ભાન છે. એનો મૂળ સ્વભાવ આ જ છે.
પ્રશ્નકર્તા ઃ બ્રહ્માંડમાં ફેલાયા પછી સિદ્ધગતિએ જાય તો પાછો સંકોચાઈ જાય ?
દાદાશ્રી : હતો એવો ને એવો, આ દેહ જેટલો જ. આ દેહમાંયે વન તૃતિયાંશ ભાગ ઓછો.
પ્રશ્નકર્તા: સૂક્ષ્મ દેહ પણ જતો રહેને નિર્વાણ થાય ત્યારે ? દાદાશ્રી : બધું જ જતું રહે, ખલાસ.
આત્માનો પ્રકાશ વ્યક્ત થાય ભાજત પ્રમાણે પ્રશ્નકર્તા : દાદા, હજી થોડીક એ શંકા રહે છે કે સમય અને સ્થળ, એને ને આત્માને કંઈ લાગે-વળગે નહીં ?
દાદાશ્રી : ના, એને લાગે-વળગે નહીં.
પ્રશ્નકર્તા એના બંધનોથી પર છે, તો પછી આ ફેલાય એ કયા અર્થમાં ? ક્યાં ફેલાય ?