________________
[૮.૬] સર્વવ્યાપક-સર્વવ્યાપી
પછી સમગ્રતા અને સર્વ શક્તિ શુદ્ધાત્મામાં વધારે હોય તેવી શક્યતા ખરી ?
૧૭૯
દાદાશ્રી : હા, ખરી, ખરી. આ શરીરનો બોજો છે ને, તેને લીધે શક્તિ બધી અંતરાઈ રહી છે અને પ્રકાશ પણ અંતરાઈ રહ્યો છે.
જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી સર્વવ્યાપી થઈ શકે નહીં. જ્યારે પોતે જાગ્રત થાય ત્યારે સર્વવ્યાપીની શક્તિઓ ઉત્પન્ન થાય, તેય (છેલ્લો) દેહ છૂટ્યા પછી સંપૂર્ણ સર્વવ્યાપી થાય. એટલે એ સર્વવ્યાપક તો અવસ્થા દશા છે. જ્યારે દેહમાં આત્મા છે એ નિર્વાણ પામવાનો હોય, એટલે મોક્ષે જ જવાનો હોય ત્યારે એ દેહમાંથી નીકળે, તે છેલ્લો દેહ, એને ચરમ શરીર કહેવાય. ચરમ શરીર છૂટે એટલે મનુષ્યદેહ હોવા છતાં, માના પેટે જન્મેલો હોવા છતાં, આ દેહ જ એવો થયેલો એ તલવાર મારો તો કપાય નહીં. કોઈ રીતે મરે નહીં એ અને ત્યારે પછી એ ફૂટે, નિર્વાણ થાય ત્યારે આખા લોકમાં પ્રકાશ ફેલાય ત્યારે સર્વવ્યાપક સ્થિતિ હોય છે. આખા જગતમાં પ્રકાશ ફેલાય અને સર્વવ્યાપક થાય.
જેટલું ભાજન છે એટલું બધું જ વ્યાપી જાય. કારણ કે નિર્વાણ થયેલો આત્મા છે. પછી એની મૂળ જગ્યાએ જતો રહે. પણ અહીં થોડોક વખત એ સર્વવ્યાપક થઈ શકે.
એક સમય પૂરતી જ સર્વવ્યાપક્તા, કાયમ નહીં
સર્વવ્યાપકતા થાય પણ એ ટેમ્પરરી સર્વવ્યાપકતા છે. તે કાયમને માટે રહેતું નથી. કાયમને માટે સર્વવ્યાપક ભગવાન નથી, ટેમ્પરરી છે. એટલે સર્વવ્યાપક એની સ્થિતિ છે. જ્યારે નિર્વાણ કાળ આવે છે ત્યારે એની સ્થિતિ સર્વવ્યાપક હોય છે. એ અમુક જ ટાઈમ, પછી નહીં. આખી દુનિયામાં ફેલાઈ જાય એની વ્યાપકતા. પછી બંધ, પછી નહીં.
એટલે એ સર્વવ્યાપક એનો ગુણ નથી, એની અવસ્થા છે. અને અવસ્થા કાયમી રહે નહીં. ગુણ કાયમ રહે પોતાના.
આત્મા જ્યારે અહીંથી મોક્ષે જાય છે, ત્યારે બધેથી છૂટો થઈ ગયેલો