________________
૧૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જ્ઞાતીમાં મૂર્તીમૂર્ત બેઉ દર્શત થાય
જ્ઞાની પુરુષ સિવાય અમૂર્તનું ભાન કોઈને ના હોય, અમૂર્ત છૂટું ના પડેલું હોય. ત્યાં સુધી દેહધારી મૂર્તિરૂપે કહેવાય અને આમનામાં છૂટું પડી ગયેલું હોય એટલે મૂર્ત-અમૂર્ત.
જ્ઞાનીના પોતાનામાં છૂટું પડી ગયું છે એટલે મૂર્તીમૂર્ત લખ્યું અને જેનું છૂટું પડી ગયું એ મૂર્તીમૂર્ત કહેવાય. મૂર્ત છે અને અમૂર્તય છે, બેઉ છૂટા છે. પ્રશ્નકર્તા ઃ એટલે શુદ્ધ ને અશુદ્ધ બેઉ છૂટેછૂટા છે ?
દાદાશ્રી : ના, શુદ્ધ ને અશુદ્ધ નહીં. અશુદ્ધની વાત જ નથી ત્યાં. પ્રશ્નકર્તા : તો પછી આ પરમાણુય શુદ્ધ છે ?
દાદાશ્રી : પરમાણુની શુદ્ધતાને સવાલ જ નથી. એ મૂર્તસ્વરૂપ છે. મૂર્ત એટલે આપણને દર્શન કરવા યોગ્ય કામ લાગે, એટલે ઈન્દ્રિયોથી દર્શન થાય અને અમૂર્તના દર્શનેય જ્ઞાની પુરુષે જ્ઞાન આપેલું હોય તેનાથી અમૂર્તના દર્શન થાય. બન્નેય દર્શન થાય એવા છે. અને આ જગત વ્યવહારમાં રિલેટિવમાં મૂર્તિ એકલાના જ દર્શન થાય. અત્યારે તમે સ્વામીના દર્શન કરો તો મૂર્તિ એકલાના દર્શન થાય, અમૂર્તના દર્શન ના થાય. અમૂર્તના દર્શન તો દિવ્યચક્ષુ વગર થાય નહીં. એટલે આ દિવ્યચક્ષુ મળેલા એટલે અમૂર્તનાય દર્શન કરી શકે છે અને મૂર્તનાય દર્શન કરી શકે છે. આ ચર્મચક્ષુથી મૂર્તનાય દર્શન થાય છે અને અમૂર્તના દર્શન દિવ્યચક્ષુથી થાય છે, એટલે બેઉ દર્શન સાથે થાય.
પ્રશ્નકર્તા : આય જણાય ને આય જણાય.
દાદાશ્રી : હા, બેઉ. બેઉ થાય જેને એના આત્માનું દર્શન થયું, તમારામાં આત્મા દેખાયો એટલે બધાનામાં દેખાઈ ગયો. પોતાનો આત્મા જાણે તે ૫૨નો આત્મા જાણે. એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું. જેણે આત્મા જાણ્યો તેણે બધું જ જાણ્યું. કશું જાણવાનું બાકી રહ્યું નહીં.
પ્રશ્નકર્તા : ‘અભેદતાથી દર્શન કરતા અમૂર્ત છેવટે મળી ગયો.’