________________
[૮.૩] સ્વ-પર પ્રકાશક
પ્રકાશ જે દેખાડે છે, એ પ્રકાશમાં દેખાય પણ છે અને જણાય પણ છે એમ.
૧૬૭
દાદાશ્રી : હં, તે ?
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું અને પેલું પ્રકાશક બે વસ્તુ જુદી થઈને ? જોવા-જાણવાનું અને પેલો પ્રકાશ ધરનારો એ બે જુદા થયાને કે એક જ ગણાય છે ?
દાદાશ્રી : એ વ્યવહારમાં કહેવાય એવું પ્રકાશ ધરનારો. આ સૂર્યનારાયણ છે એ ધરે છે કોઈને ?
પ્રશ્નકર્તા : ના, એમની હાજરી જ છે એમ !
કેવળજ્ઞાતમાં જોઈને પ્રજ્ઞાથી કહે દાદા
પ્રશ્નકર્તા : દાદા, આ તમે કહો છો અમે જોઈને બોલતા હોઈએ, દર્શનથી બોલતા હોઈએ છીએ...
દાદાશ્રી : એમાં ચિત્ત કામ નથી કરતું, એ તો બધી પ્રજ્ઞા કામ કરે
છે !
પ્રશ્નકર્તા : એટલે આ બધી વાતો, પ્રસંગો એમાં પણ પ્રજ્ઞા કામ કરતી હોય છે ?
દાદાશ્રી : પ્રજ્ઞાથી જ બધું આ. વાતો-પ્રસંગો અમને યાદ ના હોય. કશી વસ્તુ યાદ ના હોય એ બધી.
પ્રશ્નકર્તા ઃ તો એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે કે આ પ્રજ્ઞાથી છે કે ચિત્તથી છે ?
દાદાશ્રી : એ બધું ખબર પડી જાય તરત જ, કારણ કે દેખવાથી દેખાય અમને.
પ્રશ્નકર્તા : એ કેવું, દાદા ?
દાદાશ્રી : જેમ કેવળજ્ઞાનમાં દેખાતા હોય ને જોઈને કહે એવી રીતે.