________________
[૮.૪]
પરમ જ્યોતિ સ્વરૂપ પૂર્ણતાએ અકલ્પનીય નિર્વિકલ્પ જ્યોતિ સ્વરૂપ પ્રશ્નકર્તા: પૂર્ણતાએ પહોંચે ત્યારે આત્માનું સ્વરૂપ કેવું હશે ?
દાદાશ્રી : આત્માનું સ્વરૂપ, પરમ જ્યોતિસ્વરૂપ, જે જ્યોતિ આ જગતમાં હોતી નથી. આ જગતમાં કલ્પનાવાળી જ્યોતિઓની લોકો મહીં કલ્પનાઓ કર્યા કરે છે. પણ એ કલ્પનાવાળી જ્યોતિ નથી, નિર્વિકલ્પ
જ્યોતિ છે. કોઈ જોડે સિમિલિ અપાય એવી જ્યોતિ જ નથી એ. એ જ્યોતિ જ અજબ જાતની છે ! એ પણ બુદ્ધિમાં નથી સમાય એવી એ જ્યોતિ. એ તો અમે જ જાણીએ કે જ્યોતિ શું છે તે !
પ્રશ્નકર્તા ઃ અરૂપી છે એ જ્યોતિ ?
દાદાશ્રી : જ્યોતિ અરૂપી છે. અરૂપી એટલે કઈ દૃષ્ટિએ કે આ ઈન્દ્રિય દૃષ્ટિએ. અતીન્દ્રિય દૃષ્ટિએ તો પોતાને દેખાય.
આખા લોકત તિહાળે એ પ્રકાશ પ્રશ્નકર્તા : પણ એ જ્યોતિનો પ્રકાશ કયો ?
દાદાશ્રી : પ્રકાશ એટલે વસ્તુમાત્રને નિહાળે. અંધારામાં હોય કે અજવાળામાં હોય, પણ ગમે ત્યાં આગળ નિહાળી શકે.
પ્રશ્નકર્તા એની રેન્જ એટલે એની મર્યાદા ક્યાં સુધી હોય ?