________________
૧૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : એ કેવું જુએ ? કેવળજ્ઞાનમાં કેવું દેખાય ?
દાદાશ્રી : અમે કહીએ છીએ કે અમે આ જોઈને કહીએ છીએ એટલે પ્રજ્ઞા એ કેવળજ્ઞાનનો ભાગ છે. તેમાં રહીને-જોઈને કહીએ અમે. પ્રશ્નકર્તા : એમાં રહીને-જોઈને એટલે કોણ રહે ? પ્રજ્ઞામાં...
દાદાશ્રી : જોનારેય તે ને જે જોવાની વસ્તુય તે. પોતે પોતાના સ્વરૂપને જુએ. સ્વ-પર પ્રકાશક. એટલે પોતાને પણ પ્રકાશ કરે અને બીજી પર વસ્તુનેય કરે એવો એ આત્મા ને તે તારી પાસે છે !
જ્ઞાની પુરુષ સ્વ-પર પ્રકાશક હોય છે. એમની કૃપા વરસે એટલે દુનિયામાંના ઊંચામાં ઊંચા પરમાણુ મળે.
કરોડો વર્ષનો અંધકાર હોય તોય તે સૂર્યનારાયણ ઊગે એટલે દૂર થઈ જાય. આપણે સ્વ-પર પ્રકાશક છીએ, એટલે કલાકમાં જ અજ્ઞાન ઉલેચી શકાય.