________________
[૮.૫]
પ્રમેય-પ્રમાતા દેહ-જગત પ્રમેય, આત્મા પ્રમાતા પ્રશ્નકર્તા: એક જગ્યાએ વાક્ય વાંચેલું કે “જ્ઞાની પુરુષ' પાસે લાંબા સમય સુધી સત્સંગ કરીને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનું સ્વરૂપ સમજી લેવું જોઈએ.” તો આપ આ સમજાવો.
દાદાશ્રી : હા. પ્રમેય એટલે આ શરીર એ પ્રમેય ગણાય અને આ બ્રહ્માંડેય પ્રમેય ગણાય. આત્મા પોતે પ્રમાતા છે. અત્યારે આત્મા આ દેહમાં છે, તો આત્માનું લાઈટ કેટલું હોય ? એનું પ્રમાણ કેટલું હોય ? કે આ દેહ પૂરતું જ. હવે સંપૂર્ણ જ્ઞાન હોય અને આ શરીર છૂટી જાય, તો એ લાઈટનું પ્રમાણ કેટલું થઈ જાય ? આખા પ્રમેયમાં, આખા બ્રહ્માંડમાં એ લાઈટ ફેલાઈ જાય. પ્રમેય પ્રમાણે પ્રમાતા થઈ જાય. જેવું ભાજન હોય તે પ્રમાણે લાઈટ થઈ જાય ! એટલે કેવળજ્ઞાન થયા પછી જો દેહ છૂટી જાય તો આ પ્રમાતા છે એ આખા પ્રમેયમાં ફેલાઈ જાય, પોતાનું લાઈટ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય.
પ્રમેય એટલે ભાજન. જેવું ભાજન હોય તે પ્રમાણે એનું પ્રમાણ થઈ જાય. પ્રમેય પ્રમાણે પ્રમાતાનું પ્રમાણ થઈ જાય.
મજૂરતું - શેઠનું પ્રમેય જુદું, તે પ્રમાણે પ્રમાતા આ મજૂર હોયને એનું પ્રમેય કેવું ? ત્યારે કહે છે કે એને મેન્ટેનન્સ