________________
[૮.૪] પરમ જ્યોતિસ્વરૂપ
૧૭૩
દાદાશ્રી : એ કેવળજ્ઞાન જ કહેવાય. જ્ઞાનીય કહેવાય પણ એ તો ત્યાંથી એ કેવળજ્ઞાનની નજીક આવેલા બધાને એમાં મૂકે. ખરી રીતે એ અવસ્થા કેવળજ્ઞાનની.
પરમ જ્યોતિ સ્વરૂપ સ્થિત, સિદ્ધક્ષેત્રમાં પ્રશ્નકર્તા: તો સિદ્ધક્ષેત્રમાં જ્યોતિસ્વરૂપ ભગવાન કહે છે તે શું જ્યોતિ હોય ?
દાદાશ્રી : જ્યોતિસ્વરૂપ એટલે આખું જગત એને પોતાની મહીં દેખાય. પછી ત્યાં આગળ સર્વસ્વ આમ પરમ જ્યોતિસ્વરૂપમાં રહેવાના. કશુંય જોઈએ નહીં. કશું અવલંબન જ નહીં, નિરાલંબ ! પોતાની જાતનું સુખ, પોતાના સુખથી જ જીવન જીવવાના. અત્યંત સુખ! એ સુખ અહીં એક મિનિટ પડે તો આ જગત ખુશ થઈ જાય.
બતાવ્યા ૧/૮ સિદ્ધ ભગવાન આપણે બોલીએ છીએને કે હું પરમ જ્યોતિસ્વરૂપ સિદ્ધ ભગવાન છું ! આ અમે તમને ૧/૮ સિદ્ધ ભગવાન બનાવી દીધા છે. એટલે હવે તમે એ જેટલું બોલશો એટલું મહીં ખીલશે. મારામાં (ભગવાન) પ્રગટ થયેલા હતા, તે મેં તમારામાં જ્યોતિ કરી આપી. એટલે હવે તમે જેટલું બોલશો એટલે તમને લાભ થશે. કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે ? પોતે જેવો ચિંતવે એવો થઈ જાય.
ફાઈલો વચ્ચે પણ આજ્ઞાથી રહેવાય જ્યોતિમાં પ્રશ્નકર્તા: “શુદ્ધાત્મા છું' એ લક્ષ રહે છે ને એના પ્રત્યે જાગૃતિ રહે છે, પણ જેવી જોઈએ તેવી લીનતા રહેતી નથી. એટલે કઈ યુક્તિથી હું એ જ્ઞાનજ્યોતિની સાથે સદા એકરૂપ રહું? કારણ કે પરમાંય ઘણી વખતે જતું રહેવાય છે.
દાદાશ્રી : જ્યોતિમાં એક સેન્કડ પણ પેઠો તે પરમાં જઈ શકે નહીં, મારી આજ્ઞા પાળે તો. મારી આજ્ઞા જ સ્વ છે, મારી આજ્ઞા જ પોતે જ્યોતિમાં રાખે છે. જ્યોતિની બહાર સહેજ પણ રાખે નહીં. આ તમને પર લાગે છે