________________
૧૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આત્મા) તો સ્વનોય નથી ને પરનોય નથી, સંપૂર્ણ પ્રકાશિત છે. એને કોઈ વિશેષણ નથી. આ જેટલા વિશેષણ છે એ વ્યવહાર આત્માના છે. મૂળ આત્મા નિર્વિશેષ છે, એને કોઈ વિશેષણ જ ના હોય. ભગવાનને વિશેષણ હોય. ત્યાર પછી તો વિશેષણ જતું રહે ત્યારે ભગવાન ક્યાં રહ્યા ? વિશેષણનો સ્વભાવ એવો કે જતું રહે થોડા વખત પછી.
અત્યારે દેહમાં છે એટલે સ્વ-પર પ્રકાશક છે. દેહમાંથી છૂટ્યો કેવળજ્ઞાન થતા જ એટલે કેવળજ્ઞાન પ્રકાશ થઈ ગયો, મૂળ પ્રકાશ.
પેલું પ્રકાશક અને પ્રકાશ જુદા ન રહે ત્યારે એ પ્રકાશ કહેવાય. જ્યોતિસ્વરૂપ જે કહે છે ને, એને પ્રકાશ કહેવાય.
પ્રકાશ અને પ્રકાશક રહે જુદા, કેવળજ્ઞાત થતા સુધી
પ્રશ્નકર્તા ઃ દાદાજી, શું થાય પ્રકાશક અને પ્રકાશ જુદા ન રહે એટલે?
દાદાશ્રી : એક જ, એકતા. પ્રશ્નકર્તા: પણ એ તો હોય જ, કાયમ હોય જ ને ? દાદાશ્રી : એ હોય, પણ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બે હોય. પ્રશ્નકર્તા : એટલે જે મૂળ પ્રકાશ અને પછી પ્રજ્ઞા કહીએ તે ?
દાદાશ્રી: એ જ પ્રજ્ઞા રહ્યા કરે એટલે બે રહ્યા કરે અને કેવળજ્ઞાન થયા પછી એક. પછી દેહ છૂટે એટલે એકનું એક જ.
પ્રશ્નકર્તા: દાદા, પછી જ્યારે કેવળસ્વરૂપે થઈ જાય, જ્ઞાનસ્વરૂપ, પછી ત્યાં દર્શન-જ્ઞાન-ચારિત્ર એ બધા ભેદ રહેતા જ નથીને ? પ્રકાશ સ્વરૂપે જ રહે છે ને ?
દાદાશ્રી: હા, એ ત્યાં પ્રકાશ સ્વરૂપે, પછી ત્યાં એ ભેદ રહેતા નથી. અહીં આગળ જુદું છે આપણું. એ સ્વ-પર પ્રકાશક અહીં બધું, ત્યાં કશું જ નહીં.