________________
૧૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : એવું છે ને, કેટલીક વાત સમજાવી શકાય, કેટલીક પૂરી ના સમજાવી શકાય. સામાને પહોંચે નહીંને બધી વાત ! એ બુદ્ધિગમ્ય વિષય નથી માટે પહોંચે નહીં, એટલે સમજાવવી પડે, એના જેવી સંજ્ઞા આપીને સમજાવવી પડે.
સ્વ સ્વભાવને જાણે, માટે જુદો રહે પર ટેવોથી પ્રશ્નકર્તા: દાદા, આપે કહ્યું કે જ્ઞાન પછી પોતે સ્વ-પર પ્રકાશક થાય, એ વધારે સમજાવો.
દાદાશ્રી : સ્વરૂપજ્ઞાન પછી આપણે આપણા સ્વભાવને જાણીએ છીએ અને આ મન-વચન-કાયાની ટેવોને પણ જાણીએ છીએ. મન આવું છે, વાણીની ટેવ આવી છે, સામાને અપ્રિય થઈ પડે એવી છે, ખરાબ ભાષા છે, એવું બધું તમે જાણો કે ના જાણો ? તમે આય જાણો ને પેલુંય જાણો. કારણ કે તમે સ્વ-પર પ્રકાશક છો. પોતાને, “સ્વ”ને પણ પ્રકાશ કરી શકે અને પરને પણ પ્રકાશ કરી શકે. અજ્ઞાની માણસ, “પર” એકલાને જ પ્રકાશ કરી શકે, “સ્વ'ને પ્રકાશ ના કરી શકે. એમને એવું થાય ખરું કે મારું મન બહુ ખરાબ છે, પણ પાછા જાય ક્યાં ? ત્યાં ને ત્યાં જ રહેવું પડે, જ્યારે આત્મજ્ઞાનવાળો તો જુદો રહે.
પ્રતિબિંબ છે પરભાર્યું, નહીં પોતાનું પ્રશ્નકર્તા : દાદા, કોઈવાર એવું થાય કે આપણે જ્ઞાન ગોઠવતા હોઈએ પણ ત્યાં કોઈક આવી પડે કે આપણા મનમાં બહુ જ ખરાબ વિચારનો ફોર્સ ઊઠે, ત્યારે હલી જવાય છે.
દાદાશ્રી : આત્માનો સ્વભાવ પ્રકાશસ્વરૂપ છે, તેથી તેમાં જગતનું પ્રતિબિંબ પડે છે.
પોતાને પ્રકાશ આપે અને સામાને પણ પ્રકાશ આપે. “સામા” ઉપર પ્રકાશ પડે અને “તને જે દેખાય તેનું મૂંઝાઈશ નહીં. સામાનો પ્રકાશ તમને દેખાય, સામાનું મન કેવું છે તે દેખાય. લોભિયો આવ્યો હોય તો તેનો લોભ તમને દેખાય. બધા જ ફોટા સામાના પડે તેવું છે. કોઈ વખત ખરાબ