________________
[૮.૩] સ્વ-પર પ્રકાશક
૧૫૭
પોતાની અનંત શક્તિને જાણે તે પરતેય જાણે
પ્રશ્નકર્તા ઃ આપ સ્વ-પર પ્રકાશિત કહો છો, તો પોતા ઉપર કેવી રીતે પ્રકાશ ફેંકાય ?
દાદાશ્રી: પોતે પોતાને જાણે, પોતાના બધા જ ગુણધર્મોને જાણે કે પોતે કેવો છે અને કેવો નહીં. પોતાની અનંત શકિતને જાણે અને બીજાનેય જાણે. એટલે આ નાશવંત ચીજોનેય જાણે, પેકિંગનેય જાણે અને પોતાનેય જાણે.
એટલે મારું અગુરૂ-લઘુપણું જે છે એ બધાને પણ હું જાણી શકું છું. પોતાના બધા જ ગુણોને જાણે, પોતાની અનંત શક્તિને જાણે, માટે સ્વ પ્રકાશક છે.
પોતે પોતાને દેખવું એ સ્વ-પર પ્રકાશકનો ગુણ છે. પોતે પ્રકાશિત થાય અને બીજું સર્વ પ્રકાશિત કરી આપે. એવા પોતાનામાં બન્નેવ ગુણો છે. એટલે બધું જાણી શકે, બધું જોઈ શકે, એવો ચેતન ઉપયોગવાળો છે.
ચેતન હોવાથી પ્રકાશે, જાણે સ્વ-પર બન્નેને પ્રશ્નકર્તા તો પર પ્રકાશક કેવી રીતે ?
દાદાશ્રી: પર પ્રકાશક એટલે કે બીજા બધા જ શેયોને, દૃશ્યોને જુએ અને જાણે. પુદ્ગલના શેયો છે, એ આખા બ્રહ્માંડના શેય છે, તે શેયને પ્રકાશ કરનારો છે આ. આખા બ્રહ્માંડના જોયોને પ્રકાશ કરી શકે એવો છે. પોતે જ્ઞાતા છે અને શેયો ને દશ્યોને પ્રકાશ કરી શકે એમ છે.
એટલે બીજી બધી વસ્તુઓને જાણે, આ જગતની ચીજોને જાણે. આ ઘડો દેખીએ એટલે જાણી શકે કે માટી હતી, ને માટીમાંથી આવું થયું, ને તેમાંથી આવું થયું, તેમાંથી આવું થયું ને તેમાંથી ઘડો થયો. ઘડો ભાંગીને આવું થશે, આવું થશે એ બધું એ જાણે છે, એ પર છે છતાં એને જાણે છે. પોતાનો સ્વભાવ જ પ્રકાશક છે. પોતાને પણ પ્રકાશ કરી શકે, બીજાને પણ પ્રકાશ કરી શકે. બીજા કોઈ તત્ત્વમાં એવો ગુણ નથી પ્રકાશ કરવાનો. એટલે પ્રકાશ છે અને ચેતન સ્વભાવ હોવાથી એ આત્મા, ભગવાન કહેવાય છે. બીજા અવિનાશી તત્ત્વો છે એ બધામાં ચેતન સ્વભાવ ને પ્રકાશ નથી.