________________
[૮.૩] સ્વ-પર પ્રકાશક
દાદાશ્રી : આ પ્રકાશ છે ને આ લાઈટ બંધ થઈ જાયને તો આપણને સામસામી મોઢા ના દેખાય, એવી રીતે આત્માનું લાઈટ બંધ થઈ જાય તો બધું અંધારું ઘોર થઈ ગયું. એટલે આત્માના લાઈટને લઈને તો બધું ઓળખાય છે કે આ ફલાણા, આ ફલાણા, આ ફલાણા, આ ફલાણા એ બધું... બસ એટલું જ છે.
૧૫૯
આત્મા સ્વ-પર પ્રકાશક હોવાથી તેમાં સંયોગ માત્ર ઝળકે જ. ઝળકવાનો તો તેનો સ્વભાવ જ છે.
સમજે પર પ્રકાશથી વિતાશીતે, સ્વથી અવિતાશીને
પ્રશ્નકર્તા ઃ પોતાને પણ પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે, એ વધારે વિસ્તારથી સમજાવો કે એ કેવી રીતે છે ?
દાદાશ્રી : આ પરનો પ્રકાશક તે એ રીતે કે ‘આ વિનાશી છે’ એવું કહે એ. આ વિનાશી છે, આ વિનાશી છે, આ વિનાશી છે અને સ્વનો પ્રકાશ શી રીતે કરે ? સ્વનો પ્રકાશ એવી રીતે કરે કે ‘હું પોતે અવિનાશી છું.’ મેં વિનાશી ચીજો જોઈ પણ હું પોતે અવિનાશી છું અને અમુક ગુણોનું ધામ છું. જે સિદ્ધના ગુણો છે એ ગુણોનો હું ધણી છું એવું બતાવી દે. પોતે જ બતાવે માટે સ્વ પ્રકાશક છે. પોતે પોતાને પ્રકાશી શકે અને બન્ને કામ એટ એ ટાઈમ થઈ શકે અને કામ શું ? ત્યારે કહે, શેય અને જ્ઞાયક. જગતમાં બધી ચીજો જ્ઞેય છે અને એ પોતે જ્ઞાયક છે. જગતમાં બધી દૃશ્ય વસ્તુઓ છે ને પોતે દ્રષ્ટા છે.
એટલે હું પોતાની જાતનેય જાણું છું અને આ બીજી વસ્તુઓનેય જાણું છું. બીજી વસ્તુઓને એટલે મન શું શું વિચારી રહ્યું છે તેનેય જાણું છું, બુદ્ધિ શું કરી છે તેને જાણું છું અને બહારની વસ્તુઓ, આ ચા સારી થઈ છે, ખરાબ થઈ છે તેને પણ જાણું છું. બધું બહારેય જાણું છું ને અંદરેય જાણું છું. એટલે દૃશ્યને જાણું છું અને દ્રષ્ટાને પણ જાણું છું.
અજ્ઞાતતામાં સ્વને ન જુએ, માટે રહે પર પ્રકાશક
જ્યાં સુધી એને આત્માનું જ્ઞાન નથીને, ત્યાં સુધી એને એમ જ લાગે