________________
[૮.૩]
સ્વ-પર પ્રકાશક એ એકલો જ પોતાને તે પરતે પ્રકાશિત કરે પ્રશ્નકર્તા ઃ આત્મા સ્વ-પર પ્રકાશક છે એટલે શું ?
દાદાશ્રી : આત્મા બ્રહ્માંડનેય પ્રકાશ કરે અને પોતાની જાતનેય પ્રકાશ કરે.
જો પોતે પોતાને પ્રકાશિત ના કરે તો આનંદ જ ના થાયને ? આ દીવો છે તે પરને પ્રકાશિત કરી શકે, પણ પોતે પોતાને પ્રકાશિત ના કરી શકે. કારણ કે એ જડ છે. જ્યારે આત્મા તેવો નથી. એ તો પોતાનેય પ્રકાશિત કરે ને બીજાને પણ લાભ આપે.
પ્રશ્નકર્તા: સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, એ પોતાને આપે છે કે બીજા જીવોને આપે છે ? એ પ્રકાશ કોને આપે છે?
દાદાશ્રી: એ બીજા લોકોને પ્રકાશ આપે છે. આ સૂર્યનો પ્રકાશ પરને પ્રકાશ કરે છે, પોતાને પ્રકાશ નહીં કરે અને આત્મા પોતાને પણ પ્રકાશ કરે ને પરને પણ પ્રકાશ કરે.
આ બીજા પ્રકાશ અંતરાયવાળા, શેયવાળા છે. આત્માનો પ્રકાશ નિરંતરાય છે, સ્વ-પર પ્રકાશક છે.