________________
૧૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
છે. આ થોડા પ્રકાશથી આટલું સમજાય છે, તો હજુ આગળનો પ્રકાશ આવશે તેની તો વાત જ જુદીને ! આ પ્રકાશ સુખ આપે છે. જે પ્રકાશ સુખ આપે તે જ સાચો પ્રકાશ.
પ્રશ્નકર્તા એટલે દાદાની આજ્ઞામાં આપણે રહીએ તો એની મેળે આ બધું થશે ?
દાદાશ્રી : એની મેળે જ થાય. અમે તમને જ્ઞાન આપ્યું છે માટે, પાપો ભસ્મીભૂત કર્યા છે માટે, તમારી ગાડી હવે ચાલ્યા કરશે. અને જેમ જેમ અમારી પેઠ સ્થિરતા આવશે, તેમ તેમ છે તે નિરિચ્છકપણું આવતું જશે. નિરિચ્છક તો તમે થયા છો નિશ્ચયથી, પણ વ્યવહારથી નિરિચ્છકપણું થશે તેમ તેમ પેલું પ્રગટ થતું જશે.
પ્રકાશ એટલે શું કે કોઈ વસ્તુમાં મૂછ ઉત્પન્ન ન થવા દે. જગતની બધી ચીજો જુએ પણ મૂર્છા ઉત્પન્ન ના થવા દે એવો આ પ્રકાશ છે.
જ્ઞાત એક જ પ્રકારનું પણ જ્ઞાનપ્રકાશ જુદો જુદો
પ્રશ્નકર્તા : દાદા, આત્માનો અનુભવ થાય એ બધાને એકસરખો થાય કે જુદું જુદું થાય ?
દાદાશ્રી : જુદો જુદો થાય, એ સૌ સૌના ગજા પ્રમાણે.
પ્રશ્નકર્તા: જેણે બરાબર સાચેસાચો આત્માનો અનુભવ કર્યો હોય, તો એ બધાનો અનુભવ તો સરખો જ હોયને? વિજ્ઞાન તો સરખું જ હોયને?
દાદાશ્રી : વિજ્ઞાન તો સરખું હોય. વિજ્ઞાન તો એક પ્રકારનું કામ કરે છે, પણ જેનો ત્રણ હોર્સ પાવર હોય તેને ત્રણ હોર્સ, પાંચ હોર્સ પાવરનું હોય તો પાંચ હોર્સ. એ બધું પાવર હોય એ પ્રમાણે કામ કર્યા કરે.
પ્રશ્નકર્તા એમ નહીં, પાવરવાળો ઓછો પ્રકાશ કેવી રીતે ઓછોવત્તો હોય? માનો બૅટરીમાં ઓછો પાવર હોય તો ઓછું અજવાળું દેખાય, એ ખ્યાલ નથી આવતો.