________________
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાનપ્રકાશ
૧૫૫
દાદાશ્રી : આત્માનો અનુભવ હોય, અનુભવ મળતો આવે પણ વધતો-ઓછો હોય. કોઈ પચ્ચીસ ડિગ્રીનો ગોળો હોય, કોઈ સી ડિગ્રીનો હોય, કોઈ દોઢસો ડિગ્રીનો હોય, વીજળી એક જ પ્રકારની પણ બધા જુદા જુદા ગોળાનું અજવાળું, એમ.
જ્ઞાનપ્રકાશ તો તમનેય છે, અમનેય છે પણ એ પ્રકાશ, તમે તો હજુ પહેલા સ્ટેશને બેઠા છો. પહેલા સ્ટેશને તો અઢાર કમ્પાર્ટમેન્ટ છે. તેમાંથી તમે બીજા-ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં હશો. અઢારમાં તો આવતા આવતા બહુ ટાઈમ લાગે છે અને તે પછી ત્યાંથી તો એક લાખ જોજન દૂર છે. પણ મુક્તિ અહીંથી થઈ ગઈ. વિઝા-બિઝા, પાસપોર્ટ-બાસપોર્ટ બધું અહીંથી પછી આપણે બીજું શું જોઈએ ?
પ્રશ્નકર્તા ઃ ટિકિટ આવી ગઈ.
દાદાશ્રી : હા, ટિકિટ, વિઝા બધું જ. તમને કોઈ પાછુંય ના કાઢી શકે હવે. રિઝર્વેશન બધું થઈ ગયું. પણ આ અવલંબનવાળો શુદ્ધાત્મા, શબ્દનું અવલંબન છે.
જ્યારે છેલ્વે સ્ટેશન, અમે જે સ્ટેશને ઊભા છીએ, છેલ્લા સ્ટેશને મહાવીર ભગવાન ઊભા હતા તે, તે નિરાલંબ સ્ટેશન છે. શબ્દ-બબ્દ કશુંય નહીં. ત્યારે ત્યાં જ્ઞાન છે તે બધી જગ્યાએ ફરી વળે, કેરીની (યની) ચોગરદમ ફરી વળે.