________________
નિર્વાણ વખતે જ્ઞાનભાવે દેહમાંથી આત્મા છૂટો થાય ત્યારે જ આખા બ્રહ્માંડમાં વ્યાપક થાય છે. અજ્ઞાનભાવે તો અમુક જ ભાગમાં પ્રકાશે.
છેલ્લો દેહ ચરમ શરીર કહેવાય. તે છૂટે ત્યારે આત્મા થોડોક વખત આખા લોકમાં સર્વવ્યાપક થાય. પછી સિદ્ધક્ષેત્રમાં સ્થિત થાય. એટલે ટેમ્પરરી સર્વવ્યાપકતા છે. કાયમને માટે ભગવાન સર્વવ્યાપક નથી. એટલે સર્વવ્યાપક એ એમનો ગુણ નથી, અવસ્થા છે.
વીતરાગતા એક અંશથી શરૂઆત થાય, તે સંપૂર્ણ વીતરાગતા સર્વાશ થાય ત્યારે. પછી પોતે સિદ્ધક્ષેત્રમાં ચાલ્યો જાય.
[૯] અમૂર્ત-અરૂપી
[૯.૧] અમૂર્ત આત્મા અમૂર્ત છે, અવિનાશી છે, ઈન્દ્રિય પ્રત્યક્ષ નથી. દિવ્યચક્ષુથી અમૂર્તના દર્શન થાય. ઈન્દ્રિયોથી મૂર્ત દેખાય, જે વિનાશી છે.
મૂર્તિ પ્રત્યેના પ્રેમથી જગતમાં ફસામણ છે. અમૂર્ત પ્રત્યેનો પ્રેમ થશે ત્યારે કલ્યાણ થશે.
હું ચંદુ છું એ લક્ષ છે ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું' એ લક્ષ બેસે નહીં. જ્ઞાની પુરુષની કૃપા થાય તો શુદ્ધાત્માનું, અમૂર્તનું લક્ષ બેસે.
શાસ્ત્રથી જાણે કે સાકર ગળી છે પણ જ્ઞાની પુરુષ મળે તો ગળી એટલે શું એની અનુભૂતિ કરાવે. જ્ઞાની પુરુષ આત્માની અનુભૂતિ કરાવે.
જીવમાત્રમાં અમૂર્ત આત્મા છે જ, પણ તે પ્રકાશમાન થાય તો કામ લાગે.
આત્મા અમૂર્ત છે, એની ઉપર મૂર્તનું કોટિંગ થયેલા જેવો આ દેહ છે. શરીર જેવી ડિઝાઈન છે અંદર આત્માની. દેહ પ્રમાણ જેટલો છે આ શરીરમાં.
આ હાથને વાગી જાય તો પ્લાસ્ટર કરે છે, એ પ્લાસ્ટર જુદું ને હાથ
63