________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
૫
દાદાશ્રી : છે જ કેવળજ્ઞાન પણ વાદળ ખસવાં જોઈએ ને ! તેમ
તેમ થતું જાય. આ સૂર્યનારાયણ આખો દેખાવા માંડ્યો તો કોને દેખાવા માંડ્યો ?
પ્રશ્નકર્તા : જોનારાને. સૂર્યનારાયણ અને વાદળા એટલે વાદળનું આવરણ જેને છે.
દાદાશ્રી : હા, પણ જોનારને ! પણ જોનાર અને જાણનાર બેય એક જ છે વસ્તુ આ.
પ્રશ્નકર્તા : એટલે જોવાની વસ્તુ અને જોનાર, બેય એક જ છે ? દાદાશ્રી : હા. આત્મા સ્વનેય જાણે છે ને પરનેય જાણે છે. પોતાના સ્વને જાણે છે કે જાણનાર કોણ ? સ્વ કોણ ?
જાણેલી વસ્તુ એ પોતે જ છે. પોતે પોતાને જ જાણે છે. આત્મા સ્વને જાણે છે ને પરને જાણે છે. તે વાદળો ખસી ગયા એટલે પોતે પોતાને આખો દેખાય, એને કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય.
દાદા આપે છે કેવળજ્ઞાત સ્વરૂપ, પણ પચતું તથી
આપણે કહીએ છીએને કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, કેવળજ્ઞાન સ્વરૂપ છું. એટલે અમે આપીએ છીએ, કેવળજ્ઞાન સ્વરૂપ જ પણ કાળને લીધે પચતું નથી. તો એક અવતાર વધારે થશે પણ અજ્ઞાનથી મુક્તિ તો થઈ ગઈ.
પ્રશ્નકર્તા : સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ, એમાં શું શું આવે ?
દાદાશ્રી : બધું જ, જેટલી સંસારી અવસ્થાઓ છે તે બધી જ. આ સ્થૂળતમ તો આ દેખાય છે તે. બધા નાના છોકરાંય સમજી જાય કે તમે આમ રસોડામાં ગયા હતા ને ખાધું-પીધું. એ સ્થૂળતમ દેખાય બધું, આ ઈન્દ્રિયોથી દેખાય બધું, અનુભવમાં આવે ઈન્દ્રિયોથી અને સૂક્ષ્મતમ તો દેહ