________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : આ કેરીઓ ખાય એ આહારી અને તેમાં મસ્ત થઈએ એટલે પરસંવેદન કહેવાય. પારકી ચીજમાંથી એને વેદનનું સુખ આવી રહ્યું છે. જ્યારે સ્વમાં આત્મરમણતાથી સ્વસંવેદન થાય. એટલે આખું બ્રહ્માંડ પ્રકાશી ઊઠે.
૪૬
પ્રશ્નકર્તા : એટલે આત્મરમણતા.
દાદાશ્રી : આત્મામાંથી જ વેદન થાય તે સ્વરમણતા. તે સ્વસંવેદનમાં પરિણામ પામે અને પછી આખું બ્રહ્માંડ પ્રકાશમાન થાય. સંસારની લાય એ પરસંવેદન, પરમાનંદ એ સ્વસંવેદન
પ્રશ્નકર્તા : સ્વસંવેદન શક્તિ એટલે શું ?
દાદાશ્રી : આ ગરમ પાણી રાત્રે બંબામાં રહી ગયું હોય તો સવારમાં કાઢીએ તો ગરમ હોય ?
પ્રશ્નકર્તા : ના રહે, ઠંડું થઈ જાય.
દાદાશ્રી : કોણે કર્યું ટાઢું ?
પ્રશ્નકર્તા : એની જાતે જ.
દાદાશ્રી : એની જાતે. એવું આ સ્વસંવેદન શક્તિ એટલે પોતાનું વેદન છે અને જો એમાં ગયા તો પોતાનું વેદન, સ્વસંવેદન શક્તિ ઉત્પન્ન થઈ જાય, નહીં તો આ પરસંવેદન શક્તિ છે. તેનું તપ્તાયમાન રહે છે આ. પેલો પરમાનંદ, સ્વસંવેદન શક્તિ એ, પોતે પોતાનું વેદન.
પ્રશ્નકર્તા : પોતે પોતાના વેદનમાં.
દાદાશ્રી : આ સંસારની લાય એ પારકું વેદન છે. પોતે પોતાનું વેદન એટલે પરમાનંદ.
મહાત્માતે અંશ સ્વસંવેદન, રહ્યા કરે લક્ષ-જાગૃતિ
સ્વસંવેદન તો આપણને ચાલુ જ થઈ ગયું છે. એક વખત જે ચાખી ગયો તેને એ છોડે જ નહીં.