________________
[૬] ટંકોત્કીર્ણ
થાય નહીં અને આત્મા જડ થાય નહીં. એટલે આત્મા ને દેહ બે જોડે રહેવા છતાં પણ, તમે કહો કે હવે મારામાં તો પુદ્ગલ ને આ બધું છે અને મારો આત્મા શી રીતે જુદો પડે ? પણ ના, આત્મા ટંકોત્કીર્ણ જ છે. એટલે પુદ્ગલ એને કંઈ અટકાવતું નથી મોક્ષે જતા, અગર એમ એ પુદ્ગલને આગળ ઉશ્કેરતું નથી. બેઉ પોતપોતાના ધર્મમાં જ છે.
८७
એટલે હું આ દેહમાં રહેવા છતાં દેહને ને મારે કોઈ જાતનો વ્યવહાર થયો નથી. દેહનો મારી ઉપર કંઈ કાટ ચડ્યો નથી અને મારો દેહ ઉપર કાટ ચડ્યો નથી, એવા તદ્દન જુદા જ છીએ.
અમારામાં બેઉ વસ્તુ આત્મા અને અનાત્મા જુદા જ રહ્યા કરે. અમારાથી ટંકોત્કીર્ણ ગુણ મહાત્માઓને પણ દરેક અવસ્થાઓમાં અનુભવમાં આવે.
શુદ્ધ ચેતન ઢંકોત્કીર્ણ સ્વભાવવાળું છે. પુદ્ગલમાં રહેવા છતાં શુદ્ધ ચેતન ટંકોત્કીર્ણ સ્વભાવથી ક્યારેય પણ તન્મયાકાર થયું નથી, એકત્વભાવને પામ્યું નથી, સર્વથા જુદું જ રહ્યું છે. ફક્ત ભ્રાંતિથી તન્મયાકાર ભાસે છે. કોઈ પણ વસ્તુમાં શુદ્ધ ચેતન ભેળસેળ થાય એવું નથી.
સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના તમામ પૌદ્ગલિક પર્યાયોનો શુદ્ધ ચેતન જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે, ટંકોત્કીર્ણ છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે.
છૂટું પડે જ્ઞાતી થકી, ટંકોત્કીર્ણ સ્વભાવતા કારણે
આ દેહ (જડ)માં આત્મા છે, તે મિક્ષ્ચર થઈ ગયું છે. તે મિક્ષ્ચર જો કમ્પાઉન્ડ સ્વરૂપે હોત તો કંઈક નવું જ સ્વરૂપ પેદા થયું હોત, પણ તેમ નથી પણ મિક્ષ્ચરસ્વરૂપે છે. તો તેના ગુણધર્મ ઉપરથી, મિક્ષ્ચર થયેલું તે છૂટું પાડી શકીએ.
આત્મા આત્માના સ્વભાવમાં છે અને આ પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં છે. એ કોઈ કોઈને કશું જ કરે નહીં કારણ કે ભેગા રહી શકે એવા ગુણધર્મવાળા બધા એના અસ્તિત્વ છે. અસ્તિત્વ જુદા છે. એ વસ્તુત્વવાળા છે.