________________
[૭.૧] કલ્પસ્વરૂપ
દાદાશ્રી : લોકાકાશમાં છે. અલોકાકાશમાં કોઈ જીવ ના હોય. એને કલ્પના થાય જ નહીં ને કશું વળગણ વળગેય નહીં.
આ લોકમાં છ તત્ત્વો રહેલા છે. એટલે પરમાણુથી ભરેલું આખું જગત છે. તે પરમાણુ ભરેલાને લઈને આ આત્માને છે તે આ બધાને ઓળંગતા બહુ મુશ્કેલી પડે છે. તેથી આ બધું ઊભું થાય છે. એ પરમાણુ છે તો આ બધું દ્રવ્ય ઊભું થાય, નહીં તો દ્રવ્ય જ ઊભું ના થાય. અને ત્યાં અલોકમાં પરમાણુ જ નથી. એટલે એ વિકલ્પ થાય જ નહીંને !
પ્રશ્નકર્તા : પણ કલ્પ મૂળ શક્તિ છે, કલ્પ મૂળ સ્વભાવ (છે) એનો, એ કલ્પ સ્વભાવ ત્યાંય ખરો ?
દાદાશ્રી : ત્યાં તો કોઈ જીવ હોય નહીંને ! વખતે કંઈક હોય તોય જ્યાં પુદ્ગલ નથીને ત્યાં કશુંય ઈફેક્ટ નથી. આ બીજા પાંચ તત્ત્વો નડતા નથી. પુદ્ગલ એકલાને લઈને જ, જેવું કલ્પ એવું પુદ્ગલ થઈ જાય છે. ત્યાં વિકલ્પ થાય જ નહીં. વિકલ્પ ક્યાં થાય ? પુદ્ગલ એ ધારણ કરે. પોતે કહ્યું એવું ત્યાં ધારણ કરે, એવી પુદ્ગલની શક્તિ છે, એવો પુદ્ગલનો સ્વભાવ છે. પોતે કહ્યું એવું એ થઈ જાય એટલે પછી પોતાના મનમાં એમ થાય કે આ હું કે આ હું ? પછી આખું ભ્રાંતિ.
જેવું ચિંતવત તેવું પરિણામે ફળ આત્મા વીતરાગી છે પણ તેના ગજબના ગુણધર્મો છે. એક ધર્મ તો તેનો એવો છે કે તે જેવો કલ્પે તેવો થઈ જાય છે. તે બધા પુદ્ગલ તેને ચોંટી પડે છે. અને જેવું કલ્પને એવી આ પુદ્ગલની અવસ્થા થઈ જાય છે. એ એવો નથી થઈ જતો, આત્મા તો એનો એ જ રહે છે પણ આ પુદ્ગલ એવું છે કે પોતે આત્માએ જે કલ્પાંને, એ કલ્પના પ્રમાણે બધું ઊભું થઈ જાય બહાર. ચિંતવ્યું એવો એ થઈ જાય છે.
હવે ચિંતવે એવો થઈ જાય એનો અર્થ એવો નહીં કે કોઈ હાથી થવાનું ચિંતવે કે ગધેડું થવાનું ચિંતવે ? તો કહે, ના. એ જે ચિંતવન કરે છે, તેનું રિઝલ્ટ આ ગધેડું છે. એટલે એણે એવું ચિંતવવું જોઈએ કે ગધેડું