________________
[૮.૧] ભગવાન - પ્રકાશ સ્વરૂપ
૧૩૩
યાકાર થઈ જાય એવો અરૂપ પ્રકાશ પ્રશ્નકર્તા ઃ સૂર્ય, ચંદ્ર, તારા પ્રકાશ આપે છે, તો એ પ્રકાશ જે છે એ એના પુદ્ગલનો છે કે એમાં રહેલા આત્માનો છે ?
દાદાશ્રી : ના, પુદ્ગલનો છે. પુદ્ગલ બહુ પ્રકાશમાન હોય. આત્માનો પ્રકાશ આવો હોય નહીંને ! આ આંખે દેખાય એવો આત્માનો પ્રકાશ ન હોય.
પ્રશ્નકર્તા ઃ એ પ્રકાશનો રંગ કેવો છે, આત્માનો પ્રકાશ કહ્યુંને
તમે ?
દાદાશ્રી : એનો રંગ ના હોય. આ જે રંગવાળો પ્રકાશ છે ને બધો. તે જડ પ્રકાશ છે અને પેલાને રંગ ના હોય.
આત્મા અરૂપ પ્રકાશક છે. જેવા પ્રકાશને તે ટચ થાય તે રૂપ થઈ જાય. જેવા રંગને ટચ થાય તેવો જ રંગરૂપ થઈ જાય. લાલ રંગની અણી અડે કે તે લાલ થઈ જાય.
પ્રશ્નકર્તા : આ તો નવી જ વાત જાણવાની મળી.
દાદાશ્રી : તે આ કેરી હોયને તો કેરી આવી એ પ્રકાશની વચ્ચે, એટલે જે કેરી સ્વરૂપ છે, તે પ્રકાશ ત્યાં જઈને જોય છે ને એવા આકાર, કેરી સ્વરૂપ થઈ જાય, જોયાકાર થઈ જાય.
પરપ્રકાશથી પડછાયો, આત્મા સ્વ-પર પ્રકાશ
આ રિલેટિવ પ્રકાશથી આ બાજુ પ્રકાશ ને આ બાજુ છાંયડો પડે. અને હવે કો'ક કહેશે. ના, ઉપર પ્રકાશ પડે છે. ત્યારે કહે, પણ આપણો છાંયડો તો નીચે હોય જ આટલોય. આ પ્રકાશ છાંયડાવાળો હોય અને આ બધી જ જગ્યાએ પ્રકાશે એનું નામ આત્માનો પ્રકાશ.
પ્રશ્નકર્તા : એ તો પોતે જ્ઞાનસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ છે ! એનો પડછાયો જ ના હોય ?
દાદાશ્રી : હોય નહીં. પડછાયો હોય પણ તે ક્યારે ? એનાથી કોઈ