________________
૧૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા ઃ અમારો પોતાનો સ્વભાવ જ છે પ્રકાશ, તો એ અમે કેમ ના પામીએ ? અંધકારમાં કેમ રહીએ અમે ?
દાદાશ્રી : અંધકારમાં રહેવાનું તો હોય જ નહીં. એ ધીમે ધીમે પ્રગટ થતું જાય. પ્રકાશ છે તે જે પ્રગટ થયો છે. હવે આવરણ તૂટી ગયું છે ને તમે પ્રકાશસ્વરૂપ છો, એવી તમને પ્રતીતિ બેસી ગઈ છે. હવે જેમ જેમ અનુભવ થતો જશે તેમ પ્રગટ થતું જશે.
ગૂ પ્રકાશ ‘ત હોય મારો', મૂળ પ્રકાશ તે “હું” પ્રશ્નકર્તા દાદા, હવે બીજું સમજવું હતું કે મારી આંખથી આપ બેઠા છો એ હું જોઉં છું અને આત્માથી હું જોઉં છું તો એમાં શું ફરક?
દાદાશ્રી : એવું છે ને કે આ જે પ્રકાશ છે ને, તે મૂળ પ્રકાશ નથી આ. પ્રશ્નકર્તા : પાછું એ પ્રકાશમાં ફેર ?
દાદાશ્રી : એક પ્રકાશ કોઈ વસ્તુની શૂ આવેને એટલે ઘૂ આવેલો પ્રકાશ બીજો પ્રકાશ કહેવાય. ડિરેક્ટ પ્રકાશ અને પ્રકાશ કહેવાય અને ઈન્ડિરેક્ટ પ્રકાશ અને પ્રકાશ ના કહેવાય. એ જુદો પ્રકાશ કહેવાય, એ પૌગલિક પ્રકાશ કહેવાય. આ પ્રકાશ ભ્રાંતિવાળા અને એ બધાને દેખાય. આ ભ્રાંતિથી દેખાય એવો છે.
પ્રશ્નકર્તા : પૌગલિક પ્રકાશ કહ્યો તમે, તો એ જડને પણ પ્રકાશ હોય છે ?
દાદાશ્રી : જડને પ્રકાશ ના હોય, એમાં પ્રકાશ નામનો ગુણ જ નથી. પ્રશ્નકર્તા ઃ તો પછી પૌદ્ગલિક પ્રકાશ કહ્યો તે શું ?
દાદાશ્રી : કોઈ વસ્તુની શૂ આવ્યો, એટલે કોકનું માધ્યમ દેખાય. આ આંખ ના હોય તો ના દેખાય.
પ્રશ્નકર્તા ઃ એટલે આપ જે ડિરેક્ટ કહો છો એ ઈન્દ્રિયાતીત પ્રકાશ ?