________________
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાનપ્રકાશ
૧૪૭
દાદાશ્રી : હા, એ ઈન્દ્રિયાતીત પ્રકાશ. પ્યોર, ઈન્દ્રિયાતીત. કોઈ વસ્તુની જરૂર નહીં. આ તો આંખ ના હોય તો ના દેખાય, કાન ના હોય તો ના સંભળાય એવું.
પ્રશ્નકર્તા: પણ દાદા, આ શરીર છે, પાંચ ઈન્દ્રિયો છે, મન છે, હવે ઈન્દ્રિયાતીત પ્રકાશ પણ છે અંદર ?
દાદાશ્રી : છે જ ને !
પ્રશ્નકર્તા: આ શરીર છે, મન છે, ઈન્દ્રિયો છે અને અંદર પ્રકાશ જે છે તે ઈન્દ્રિયાતીત છે પણ ઈન્દ્રિયો દ્વારા જ ઈન્દ્રિયાતીત પ્રકાશ બહાર આવે છે ને ?
દાદાશ્રી : હા, પણ તે મૂળ પ્રકાશ છે અંદર. આ પ્રકાશનો એન્ડ આવી જશે, એટલે પેલો પ્રકાશ છે જ, તૈયાર જ છે. તમને પોતાને સમજી શકાય કે એ પ્રકાશસ્વરૂપ હું છું, આ પ્રકાશસ્વરૂપ હું નથી. લોકોને સમજાયું નથી, લોકો તો એમ જ જાણે છે કે આ પ્રકાશસ્વરૂપ હું છું. તમને સમજાઈ ગયું કે આ જે દેખાય છે એ પ્રકાશસ્વરૂપ તે હું નથી અને મૂળ પ્રકાશસ્વરૂપ તે હું છું. એટલે આ સ્વરૂપ તમને રોજ રોજ ઓછું થતું જાય છે અને પેલું રોજ રોજ પ્રગટ થતું જાય છે.
આ ભૂલાતું જાય તેમ પ્રગટે ઈન્દ્રિયાતીત પ્રકાશ પ્રશ્નકર્તા : દાદા, ત્યારે હવે એવો સમય ક્યારે આવશે કે ઈન્દ્રિયાતીત પ્રકાશ સીધો જ અમે પામીએ ?
દાદાશ્રી : અમને આ ઈન્દ્રિય પ્રકાશ હતો, તેથી (પ્રસંગો ને એ) બધું યાદ રહેતું તું અને તેથી (રાગ-દ્વેષ ને) આ બધું રહેતું'તું. તે અમે ભૂલી ગયા બધું. જેમ જેમ ભૂલાતું જાય, તેમ તેમ પેલું પ્રગટ થતું જાય દહાડે દહાડે.
પ્રશ્નકર્તા ઃ અમે ફાંફા મારીએ છીએ તેમ છતાંય આ ડિરેક્ટ પ્રકાશની અનુભૂતિ કેમ થતી નથી ?
દાદાશ્રી : થઈ ગઈ છે, પણ એ તો ખબર જ ના પડેને ! “નથી