________________
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો, અનાદિ જ્ઞાનપ્રકાશ
કર્યા વગર રહે નહીં. સ્થિર બુદ્ધિવાળાને સ્થિર ઈમોશનલ થાય અને અસ્થિરવાળાને અસ્થિર ઈમોશનલ થાય, પણ ‘ઈમોશનલ’ હોય જ.
પ્રશ્નકર્તા : હવે આવું તો કોઈએ હજુ લગી કહ્યું નથી.
દાદાશ્રી : આ તો અક્રમ છે ને !
૧૪૯
શુદ્ધ ઉપયોગે વધ્યા કરે જ્ઞાતપ્રકાશ
પ્રશ્નકર્તા : એટલે દાદા, અમારા બધાના લેવલ કેવી રીતે વધે કે આત્માના પ્રકાશથી જ અમે જોઈ શકીએ ?
દાદાશ્રી : ઈમોશનલ ના થાય તો. સ્થિર ઈમોશનલેય નહીં ને અસ્થિર ઈમોશનલેય નહીં.
પ્રશ્નકર્તા : એ તો તમે ટેસ્ટ બતાવ્યો. પણ અમારે આત્માના જ્ઞાનમાં બેસી દરેક પ્રસંગ અને વ્યક્તિને અને અમારી જાતને જોવાની, એના માટેનો એક્ઝેક્ટ પુરુષાર્થ કયો ?
દાદાશ્રી : તમારે આ બટન દબાવવાનું કે આ બટન દબાવવાનું ? અહીં બટન આગળ શું નામ લખેલું છે ? ત્યારે કહે, ‘શુદ્ધ ઉપયોગ.’ શુદ્ધ ઉપયોગ રૂપી બટન દબાવો એટલે એક્ઝેક્ટ જ્ઞાનપ્રકાશ થાય. શુદ્ધ ઉપયોગ એટલે હું શુદ્ધ છું, એ શુદ્ધ છે, એ બધા શુદ્ધ છે. ગાય-બાય બધામાં શુદ્ધ જ દેખાય. બીજું કંઈ મહીં ડખો ના દેખાય. એટલું જ બટન દબાવે એટલે કમ્પ્લીટ. અમારું એ બટન દાબેલું જ હોય આખો દહાડો. મહીં દાબ દાબ ને ઊંચ-નીચું ના કરીએ. આખો દહાડો હરતા-ફરતા દાબેલું જ હોય.
પ્રશ્નકર્તા : અમારી પરમેનન્ટ સીટ ત્યાં થઈ જાય ખરી ?
દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે તમને એ બટન નાખી આપ્યું છે પણ આ બટન દબાવો એટલી જ વાર છે. તમે સમજો કે ભઈ, આ કયા બટનથી પુરુષાર્થ કરવો ? ત્યારે કહે, શુદ્ધ ઉપયોગ, એ બટન દબાવો !
પ્રશ્નકર્તા : આ તો કહે છે, હવે મોઢામાં જમાડી પણ આપો. ‘બટન દબાવી આપો' કહે છે. અમે ના નહીં પાડીએ.