________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : કહેશે, ઊલટું હવે અમારે આ દાદાએ દબાવ્યું તે પેલી બાજુ રહ્યા કરે કે આ રહી ગયુંને પણ, આ રહી ગયુંને ! માટે એ બધા પોટલા ખપી જવા દો. જે પોટલા લાવ્યા છો, તે ખપી તો જવા દો. બધા ખપાવી નહીં દેવા પડે ?
૧૫૦
પ્રશ્નકર્તા : એની મેળે ખપશે હવે, દાદા.
દાદાશ્રી : હા, એ હવે ખપશે. એટલે તમારે હજુ ભાવ એટલા બધા મજબૂત થયા નથી. મજબૂત થઈ જશે એટલે હું કહી દઈશ. પણ આ તમારે જો કદી શુદ્ધ ઉપયોગ કરવો હોય, તો આ બટન દબાવવાનું શુદ્ધ ઉપયોગનું અને પછી જોતા જોતા ચાલો. પણ આખો દહાડો એ રાખવું નહીં, એકાદ કલાક હોય તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : આમાં તો કેવું છે કે વ્યવહારના કામમાં તો સ્થિરતાની જરૂર, અમે ત્યાં ઈમોશનલ થઈ જઈએ છીએ. તો એવું આવવું જોઈએ કે કોઈ મેજર ફાઈલ આવી છે ! તે વખતે થોડો શુદ્ધ ઉપયોગ ગોઠવી અને પછી ફાઈલનો નિકાલ કરવાનું હેન્ડલ મારીએ તો ઈમોશનલ ન થવાયને, નહીં તો બુદ્ધિથી તો ઈમોશનલ થવાય છે.
દાદાશ્રી : બટન દાબીને પછી કામ લેવાનું.
પ્રશ્નકર્તા : એ ખરી રીતે શુદ્ધ ઉપયોગનું બટન દાબતા જવાનું, જ્યારે મહત્વના વ્યક્તિ, ફાઈલ કે પ્રોબ્લેમ આવે ત્યારે.
દાદાશ્રી : પછી એ આપણું બટન ફરી પાછું છૂટી જાય. પ્રશ્નકર્તા : હા, શરૂઆતમાં તો એવું થાય.
દાદાશ્રી : હા, એ તો આપણો ઉપયોગ તૂટી જાય. ત્યારે વળી પાછું આપણે ફરી બટન દબાવવાનું એટલે પાછું ગોઠવાય. આમ કરતા કરતા જીવન હૈ સંગ્રામ, આ સંગ્રામમાં જીતવાનું છે, તરવાનું છે.
જ્ઞાતપ્રકાશ વધતા દોષ દેખાય વધારે
આ જ્ઞાન મળ્યા પછી મહીં લાઈટ થાયને, એટલે દોષો વધારે