________________
[૮.૧] ભગવાન – પ્રકાશ સ્વરૂપ
૧૩૭
કશું નથી અજવાળું ને બધા લોકો તે દીવાની જ્યોતિ જેવું સમજે છે એવું નથી.
ઈન્દ્રિયાતીત અજોડ જ્ઞાતપ્રકાશ આ જ્ઞાનરૂપી પ્રકાશ છે. પ્રકાશ એટલે બધું બેઠા બેઠા દેખાય અને આ જે જ્ઞાન છે, એ જ પ્રકાશ છે. અને એ પ્રકાશ એ જ આત્મા છે. જ્ઞાન જ આત્મા છે, બીજી કોઈ વસ્તુ આત્મા નથી. કેવળજ્ઞાન જ. કેવળ એટલે કોઈ પણ બીજું ભેળસેળ નહીં એવું જ્ઞાન, એનું નામ પ્રકાશ, એનું નામ આત્મા.
પ્રશ્નકર્તા: એ પ્રકાશ આપણે કોઈ ચીજની સાથે સરખાવી શકીએ છીએ ?
દાદાશ્રી : ના, ના, ના, સરખામણી થઈ જ ના શકે. અજોડ વસ્તુની સરખામણી હોતી હશે ? અજોડ વસ્તુની જેવી બીજી ચીજ જ નથી આ જગતમાં.
પ્રશ્નકર્તા : તો પછી એ જે પ્રકાશ છે એ કોઈ ઈન્દ્રિયોની મદદથી આપણને પ્રાપ્ત થતો નથી ?
દાદાશ્રી : એ પ્રકાશ એ ઈન્દ્રિયોમાં મદદેય કરતો નથી ને પ્રાપ્તય થતો નથી.
પ્રશ્નકર્તા : ઈન્દ્રિયાતીત છે ? દાદાશ્રી : ઈન્દ્રિયાતીત અને બધાથી અતીત આત્મા.
સૂર્યથી તા દેખાય એવું દેખાય જ્ઞાનપ્રકાશમાં પ્રશ્નકર્તા: કેવી રીતે અંધારું હોયને આપણે દીવાસળી સળગાવીએ અને આ કાગળ પડ્યો હોય તો એ પ્રકાશમાં આપણને દેખાય, તો એવી રીતે આત્માનો પ્રકાશ થાય તો આપણને શું દેખાય? કેવી રીતે દેખાય ?
દાદાશ્રી : જે દુનિયામાં નથી દેખાતું એ બધું દેખાય. અજવાળાથી ના દેખાય, મોટામાં મોટા સૂર્યનારાયણથી ના દેખાય એ દેખાય.