________________
[૮.૧] ભગવાન – પ્રકાશ સ્વરૂપ
૧૩૯
ઓછો હોય ત્યાં સુધી આત્મા કહેવાય, શુદ્ધાત્મા કહેવાય. આત્માનો પ્રકાશ જ ના હોય અને આ જગતના ભૌતિક સુખોમાં જ પ્રકાશ હોય ત્યારે મૂઢાત્મા કહેવાય. એનો એ જ આત્મા મૂઢાત્મા કહેવાય, બહિર્મુખી આત્મા. એનો એ જ આત્મા શુદ્ધાત્મા થાય. એનો એ જ આત્મા પરમાત્મા થાય. એમાં કંઈ ફેર નથી, એનો એ જ આત્મા.
પ્રકાશમાત થાય ભાજત પ્રમાણે પ્રશ્નકર્તા : પ્રકાશની સીમા કેટલી હોય ?
દાદાશ્રી : પ્રકાશની સીમા ભાજન પ્રમાણે. આની મહીં (ઘડામાં) લાઈટ રાખીને ઢાંકી દઈએ તો એટલામાં જ પ્રકાશ રહે. અને પછી આ રૂમ બંધ કરી દઈએ ને લાઈટ કરીએ તો આ રૂમમાં પ્રકાશ રહે. જેવું ભાજન એ પ્રમાણે જ્ઞાનની સીમા છે. જેવું ભાજન હોય એવું પ્રકાશ મારે.
પ્રકાશ સ્વરૂપ એટલે આ લાઈટ ઘડામાં મૂકો તો ઘડા જેટલું લાગે અને પછી આવડો મોટો ઘડો લટકાવો એટલે એવડામાં લાગે. જેવો ઘડો એ પ્રમાણે એનો પ્રકાશ થઈ જાય.
અને જ્યારે આત્માનો પ્રકાશ, આ દેહની બહાર નીકળે ને આત્મા તો પૂર્ણ સ્વરૂપ થયેલો હોય, તો આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાઈ જાય. તેથી જ આપણા લોક કહે છે કે અણુ અણુમાં પ્રકાશ ફેલાય છે. પણ કો'ક દહાડો એવું હોય, રોજ ના હોય.
દાદા ભગવાન આખા લોકમાં પ્રકાશમાન થાય તેવા છે. આત્મા આ લોક-વિશ્વ પ્રકાશક છે. પણ જે તમારામાં બેઠા છે તે કેટલો પ્રકાશ આપે છે ? ભગવાન સર્વ પ્રકાશક છે, પણ તે ભાજન પ્રમાણે પ્રકાશ આપે.
આત્મા વિશ્વ પ્રકાશક, પણ ક્યારે ? આત્માનો સ્વભાવ એવો છે સર્વત્ર વ્યાપ્ત ભાજન પ્રમાણે હોય. જેમ આ લાઈટનું અજવાળું પડ્યું તે સર્વત્ર છે, તે રીતે આત્માનો પ્રકાશ બધે પડે છે. તે કયા આત્માનો ? જે પરમાત્મા થયા છે તેમનો. વ્યક્ત થઈ ગયા હોય તેમનો પ્રકાશ બધે પડે છે.