________________
૧૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : આ જ્ઞાન પૂરું થાય ને સંપૂર્ણ દશા થાય જેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે ને, ત્યારે આખા બ્રહ્માંડનો પ્રકાશ પોતાને દેખાય. (ત્યારે આખું બ્રહ્માંડ પ્રકાશમાં પોતાને દેખાય.) એને બહારનું અજવાળું ના જોઈએ. એ અજવાળું હોય તો અમુક ભાગમાં જ આપે. અત્યારે આ સૂર્યનારાયણનું અજવાળું અહીં નથી. અજવાળું અમુક ભાગમાં આપે. પ્રકાશ વસ્તુ જુદી છે. પ્રકાશ તો પોતે જ ચેતન છે.
પ્રશ્નકર્તા: આ પ્રકાશ એટલે જે અંધારું હોય અને આપણે દીવાસળી સળગાવીએ અને જે પ્રકાશ થાય એ રીતનો પ્રકાશ ? દીવાસળી સળગાવીએ ને વસ્તુ દેખાય એ પ્રકાશ ?
દાદાશ્રી : એ અજવાળું કહેવાય. અનંત અવતારતી અજ્ઞાનતા દૂર કરે તે આત્મપ્રકાશ પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન થયું એટલે કે પ્રકાશ થયો એવું કહે છે.
દાદાશ્રી : પ્રકાશ એટલે અનંત અવતારનું અંધારું ખસ્યું, અંધારું શાનું? આ અંધારું નહીં, આ ડાર્કનેસ નહીં, ત્યાં ડાર્કનેસ ના હોય. આ તો ડાર્કનેસ છે. અજ્ઞાનતાનું અંધારું ખસ્યું, એટલે ભાન થઈ ગયું, શું છે આ બધું.
પ્રશ્નકર્તા : એટલે સમજ આવી ગઈ એમ ? દાદાશ્રી : હા, સમજ, પ્રકાશ એટલે સમજ.
પ્રશ્નકર્તા: આપ કહો છો ને જ્ઞાન એટલે સમજ નહીં પણ જ્ઞાન એટલે પ્રકાશ.
દાદાશ્રી : હા.. પણ સમજ કહેવાય. એ પછી આ રીતે સમજવું. સમજમાં આવે તો જ્ઞાન થાયને ? સમજ એ શ્રદ્ધા છે. સમજ એ દર્શન છે. સમજમાં આવે તો જ્ઞાન થાય અને જ્ઞાન એટલે પ્રકાશ છે.
પ્રકાશ એકનો એક, પણ અમુક ભાગમાં એને સમજવાળું કહેવાય અને અમુક ભાગમાં જાણવાળું કહેવાય. બાકી પ્રકાશ એટલે આવું બીજું