________________
૧૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
મોટો હોય ત્યારે. એનાથી કોઈ મોટો નહીંને ! એને સ્વ-પર પ્રકાશક કહેવાય. પડછાયો કોણ પાડે ? પર પ્રકાશક. આત્માનો પ્રકાશ, યરૂપ પરિણમે પણ તન્મયાકાર તા થાય
આત્મા તો સ્વ-પર પ્રકાશક છે, પોતાનેય પ્રકાશમાન કરે અને બીજાનેય પ્રકાશમાન કરે. અને પડછાયો કોઈનો પડવા ના દે. કેરીને કેરીરૂપે જુએ, પરિણમે પણ તન્મયાકાર ના થાય.
અને આપણે તો કેરી જોઈએ છીએ ને મોઢામાં પાણી આવે છે. મૂઆ, એટલો બધો તન્મયાકાર થઈ ગયો ? આવડી ખાટી કેરી દેખાતી હોય ને કેરી આંબા પર હોય તે ઘડીએ અસર કરે તમને ? આંબે કેરી ઝૂલતી હોય, બહુ તાપમાં ફરતા હોય તો આપણને શું થાય ?
પ્રશ્નકર્તા : ખાવાનું મન થાય.
દાદાશ્રી : મોઢામાં પહેલા પાણી હઉ આવે. મન તો થતા થશે, પણ પહેલું પાણી તો આવે. તમારે કોઈ દહાડો આવેલું એવું ? તમને નહીં આવેલું, નહીં ?
પ્રશ્નકર્તા : આવે.
દાદાશ્રી : ત્યારે બોલો હવે, એ કેરી એને ઘેર છે અને અહીંયા આગળ છે તે એ તન્મયાકાર કહેવાય. જ્યારે આત્મા તો કેરીને જુએ-જાણે પણ તન્મયાકાર ના થાય, એનું નામ ભગવાન. ભગવાન આત્મા ! એ કેરીની આજુબાજુ કયો એવો ભાગ નથી કે જ્યાં આગળ એ આત્માનો પ્રકાશ ન અડતો હોય ! એ કેવો પ્રકાશ હશે ? એ પ્રકાશ અમે જોયેલો છે !
માત્ર આત્મપ્રકાશ પરિણમે સંપૂર્ણ સાકાર
આ જે પૌગલિક પ્રકાશ છે ને બાહ્ય પ્રકાશ, જે ભૌતિક પ્રકાશ છે તે શેયને જોયાકાર રૂપે નહીં જોઈ શકે. કારણ એ જે બાજુનો પ્રકાશ હોયને, એની સામી બીજી બાજુ અંધારું હોય અને પેલો આત્માનો પ્રકાશ તો કશુંય