________________
૧OO
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ન થાય. નહીં તો એમ ને એમ સીધા તો કંઈ ગધેડા થવાનું ચિંતવે એવા નથી માણસ. એ ભૂલથી પેલું બીજું ચિંતવન થઈ જાય એટલે ગધેડાનું ફળ મળે.
કલ્પતા તે નથી સંજોગાધીન, એ છે જ્ઞાતાધીત
પ્રશ્નકર્તા: જેવા સંયોગો ભેગા થાય, એ પ્રમાણે ભાવ થાય કે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે સંયોગો ભેગા થાય ?
દાદાશ્રી : એ બેઉ કાર્ય-કારણ છે.
પ્રશ્નકર્તા: કલ્પ એવો થઈ જાય છે જે ભાવ થયો, પણ સંયોગ આધીન છે ?
દાદાશ્રી: ના, કલ્પે એવો ભાવ થયો એ સંજોગ આધીન નથી, એ જ્ઞાનના આધીન છે. કયું? આ જે અનુભવ જ્ઞાન છે, એને આધીન છે એ. એટલે કહ્યું છે કે કલ્પી ના લેશો.
આત્માનું કુલમુખત્યાર પત્ર કલ્પનાના હાથમાં છે. જે ખરી કલ્પના કહેવાય છે તે ચાર્જસ્વરૂપ છે. આ પાવર ઈગોઈઝમ પાસે છે, તે જેવું ચિંતવે તેવું અંદર ચાર્જ થઈ જાય. આ તેને જ બંધ કરવામાં આવે તો જ કામ થાય.
આપી “શુદ્ધાત્મા'ની કલ્પતા, થાય તે રૂપ પ્રશ્નકર્તા : દાદા, આ કલ્પી ના લેવું એ આપણા હાથમાં છે?
દાદાશ્રી : હા, જ્ઞાન પછી એ આપણા હાથમાં છે. એ જેવો કલ્પ એવો થઈ જાય. એટલે માટે આ ગા ગા કરીએને, તેવો થઈ જાય આત્મા. આ બધાને ગવડાય ગવડાય શા હારુ કરીએ છીએ? તે રૂપ આત્મા થયા કરે.
આપણે એમને ‘હું શુદ્ધાત્મા છું' એવું કરાવીએ છીએ, તો તેવો થતો જાય. આપણે જે દેખાડ્યું છે તેવો જ થતો જાય છે. માટે આ પાંચ વાક્યો આપ્યા છે. આ બધા પાપ તો છે તે ચંદુના, તારે શું લેવાદેવા ? એટલે પારકી વસ્તુ આપણે માથે લઈએ તો આપણે પાછા તેવા રૂપ થઈ જઈએ. આ વિજ્ઞાન છે !