________________
[૭૩] ચિંતવે તેવો થાય
૧૧૭
એક વખત કહ્યું કે હું અનંત-પરમાનંદ સુખવાળો છું, તો પછી મને દુઃખ થાય છે એમ ના બોલવું જોઈએ. બોલે તો ચોટે. સર્વજ્ઞની ભાષામાં સમજી જાય તો એ પદ પ્રાપ્ત થાય.
આત્માને તો અનંત પાસા છે, જે પાસામાં ફેરવો તેવો દેખાય. ગમે તે પાસામાં ફેરવો તો તેવો દેખાય. શું નથી અનંત પાસા ? જે પાસામાં મૂકો તેવું થઈ જાય.
જ્ઞાની તો જ્ઞાની. અમને કાંઈ અડે નહીં (કહીએ) તો જરાય અડે નહીં, જરાય લેપ ના ચડે, પણ મને એવું કહ્યું તો ચોંટ્યું.
મને ઊલટા લોક કહે છે, “તમે “હું જ્ઞાની છું કેમ કહો છો?” ત્યારે મેં કહ્યું, “શું કહું, એ કહે તું. તું મને શિખવાડ હવે. તું કહું એ કહું.” ત્યારે કહે, “એ બોલવાનું જ નહીં.” મેં કહ્યું, “એવું કેમ ?” “તમે કોણ છો” એવું પૂછે મને તો મારે શું કહેવું ? મારે એમ કહેવું, “ભગત છું ?” કારણ કે આત્મા તો જેવો કલ્પ એવો થઈ જાય. પાછો “હું ભગત છું” એવું કહું, તો પાછો ભગતમાં આવી જઉં, જ્ઞાનીપણું છૂટીને. અવળા ચિંતવનમાં પ્લસ-માઈનસ કરવું, સવળા ચિંતવતથી
પ્રશ્નકર્તા: અવળું ચિંતવન થઈ જતું હોય તો શું કરવું ?
દાદાશ્રી : લોકને અવળું ચિંતવન જાય નહીં. જરા કકરું દેખે તો એ કહેશે કકરું છે ખરું, તે તારો આત્માય પણ કકરો થઈ જાય. કકરું બોલ્યા તો આખી રાત ફજેતો ! કકરું છોડીએ ત્યારે સુંવાળું આવે ને સુંવાળુંય પાછું છોડવું પડે ને કકરું આવે ! અમે તો કકરું હોય તો પણ કહીએ, “છે તો સારું, એકંદરે સારું છે.” તે આત્મા સારો રહે.
એથી ભગવાને કહ્યું કે અવળું વાક્ય નહીં બોલવાનું અને જો બોલીએ તો ભાગી નાખીએ. એ રકમ રહેવા દઈએ નહીં.
નાદાર છું, નાદાર છું' એવું બોલે તો નાદાર થઈ જાય. વારેય નથી લાગતી. બહાર દુકાન-બુકાન બધી અવળી ચાલવા માંડે. અને “હું