________________
[૮.૧] ભગવાન
દાદાશ્રી : એ આકૃતિ નથી તેમ નિરાકૃતિ પણ નથી. આકૃતિ એ બધી માણસની કલ્પનાઓ છે, બુદ્ધિજન્ય વિષય છે. આત્મા એ તો આત્મા જ છે, પ્રકાશસ્વરૂપ છે. હા, જે પ્રકાશને સ્થળનીય જરૂર નથી, આધારનીય જરૂર નથી એવું પ્રકાશસ્વરૂપ આત્માનું છે.
-
પ્રકાશ સ્વરૂપ
૧૨૫
ખરું રૂપ એનું જ્યોતિસ્વરૂપ છે, પ્રકાશમય છે. બીજું કંઈ એનું જાડું રૂપેય નથી. આમ ઝાલીએ તો હાથમાં કશું આવે એવું નથી. એને કશું અડે એવું નથી. અને આ મોટો ડુંગર હોયને, તેની આરપાર એ નીકળી જાય એટલું સૂક્ષ્મતમ એનું રૂપ છે પણ તે પ્રકાશરૂપ છે. એ કંઈ બીજી વસ્તુ નથી, ચેતન ભગવાન પોતે. એ ચેતનનું રૂપ નથી, આકાર નથી, ઓન્લી એવરલાસ્ટિંગ લાઈટ, જ્યોતિ.
પ્રકાશ આકાશ જેવો પણ અકલ્પ્ય
આકાશ
આત્મા પ્રકાશસ્વરૂપ છે. એનો આકાશ જેવો પ્રકાશ છે. જેવો એટલે આકાશના રંગનો પ્રકાશ નહીં, એ પ્રકાશ જ જુદી જાતનો. એ અમે જોયેલો છે પ્રકાશ. એ પરમ જ્યોતિસ્વરૂપ છે, બીજું કશું છે નહીં. જેમ આકાશનું રૂપ દેખાતું નથી ને, છતાં આકાશ છે એ હકીકત છે ને આકાશ નહીં તો આપણે વસ્તુ મૂકીએ-લઈ જઈએ શી રીતે ? આકાશ એટલે અવકાશ. એ છે એવી રીતે આ આત્મા આકાશ જેવો છે, તે અરૂપી છે અને પ્રકાશ રૂપે છે. આ પ્રકાશ એને આપણા લોકો પછી આવું ઝાલી બેસે, આવો પ્રકાશ. એટલે પછી કેટલાક કહે છે, ‘મને રોજ કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે.’ પણ કેવા દેખાય છે ? મોરલી-બોરલી એ તો બહાર જોયું તે મહીં પડઘા પડે છે. ચિત્તના પડઘા છે બધા. ત્યારે કહે, પણ મને એનાથી ઠંડક રહે છે ! ત્યારે કહ્યું, કરજે પણ આ જ્યાં સુધી બીજી વસ્તુ ના મળે ઠંડક કરવાની, ત્યાં સુધી આ કરજે. પછી તું માની ના લઈશ કે આ છેલ્લું સ્ટેશન આવ્યું. મહીં અજવાળું દેખાય. પાછું અજવાળું કેવા રંગનું દેખાય છે ? તો કહે, ‘મને સૂર્યનારાયણ જેવું અજવાળું દેખાયું.’ ન્હોય મૂઆ, આ અજવાળામાં ભગવાનનો પ્રકાશ નથી. બહાર જે અજવાળું દેખાય છે એ ભગવાનનો પ્રકાશ નથી. બહાર જે અજવાળું દેખાય છે એને ને એ ભગવાનના પ્રકાશને, બેને બિલકુલેય મેળ પડે તેવો નથી. કારણ કે આ