________________
૧૩)
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આત્મા” એ જ પોતાના નિજસ્વરૂપનું જ્ઞાન છે. એ કેવળજ્ઞાન સ્વરૂપ છે અને તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, એ બધો પ્રકાશ સ્વયં પ્રકાશ છે.
પ્રશ્નકર્તા: જ્ઞાન સ્વયં પ્રકાશિત છે, આત્મા પણ સ્વયં પ્રકાશિત છે બરાબર ?
દાદાશ્રી : હા, સ્વયં પ્રકાશિત. પ્રશ્નકર્તા ઃ તો બન્નેમાં ભેદ શું તો પછી ? દાદાશ્રી : એક જ છે, શબ્દ ફેર છે. વસ્તુ એક છે, શબ્દ બે છે.
પ્રશ્નકર્તા આપણે આત્મજ્ઞાન કહીએ છીએ, અને શબ્દો વાપરીએ છીએ તો બન્ને જુદા નહીં પણ એક જ છે ?
દાદાશ્રી : એક જ છે. છેવટે એમ કહેવામાં આવે છે કે એબ્સૉલ્યુટ જ્ઞાન જ પ્રકાશ છે. એ પ્રકાશ નહીં મળવાથી લોકો ગોથા ખાય છે. છતે સુખે દુઃખ ભોગવે છે.
જેમ આખા તળાવમાં લીલ ફરી વળે તો સૂર્યપ્રકાશ ન જાય, તેમ લોકોમાં વિપરીત બુદ્ધિ થઈ છે એટલે જ્ઞાનપ્રકાશ પહોંચતો નથી.
પરપ્રકાશથી બુદ્ધિ, વિજ્ઞાનથી સ્વયં પ્રકાશિત જ્ઞાત પ્રશ્નકર્તા: આત્માના સ્વયં પ્રકાશ વિશે વધારે ફોડ પાડીને !
દાદાશ્રી : હા, સ્વયં પ્રકાશ, સ્વ-પર પ્રકાશિત, પોતાનો પ્રકાશ કરે અને બીજો પ્રકાશ કરે, જગતનોય પ્રકાશ કરે.
પ્રશ્નકર્તા સ્વયં પ્રકાશનું જ્ઞાન ના હોય ત્યારે પરપ્રકાશ શોધવો પડે !
દાદાશ્રી : શું થાય તે પછી બીજું ? સ્વયં પ્રકાશ ના હોય તો જગત પરપ્રકાશ, બુદ્ધિને ખોળે જ છે ને ! બુદ્ધિ વધારાની ખોળે છે ને પછી બુદ્ધિ એને સંસારમાંથી નીકળવા ના દે. બુદ્ધિ જ ભટકાવી મારે છે આ બધું. વિભાવિક જ્ઞાનનું ઉત્પાદન શું ? ત્યારે કહે, બુદ્ધિ.