________________
[૮] પ્રકાશ સ્વરૂપ
[૮.૧] ભગવાત - પ્રકાશ સ્વરૂપ ભગવાત સર્વ પ્રકાશિત તે સ્વયં પ્રકાશિત પ્રશ્નકર્તા : ભગવાનની વ્યાખ્યા શું ? દાદાશ્રી : સર્વ પ્રકાશિત ને સ્વયં પ્રકાશિત.
ભગવાન એટલે પ્રકાશ, સ્વયં પ્રકાશિત, બીજી ચીજોનેય પ્રકાશ કરે, પોતાનેય પ્રકાશ કરે. એ પ્રકાશિત વસ્તુ છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખનું ધામ છે, અવ્યાબાધ એટલે કોઈ વસ્તુ એને બાધા-પીડા ના કરી શકે. અગ્નિની આરપાર નીકળી જાય પણ અડે નહીં. એમ ભગવાન તો અનંત ગુણોના ધામ છે.
પ્રશ્નકર્તા : ભગવાનનું રૂપ કેવું હશે ?
દાદાશ્રી ભગવાનનું રૂપ, એ રૂપી નથી એટલે રૂપ જ ના હોયને એ તો પ્રકાશમય જીવન છે, પરમ જ્યોતિસ્વરૂપ.
પ્રશ્નકર્તા : ભગવાન કેવા સ્વરૂપમાં દેખાય છે ?
દાદાશ્રી : પ્રકાશસ્વરૂપમાં. પણ આવો પ્રકાશ નહીં, સંકોચ-વિકાસને પામતો પ્રકાશ. હાથમાં હાથી જેટલો ને કીડીમાં કીડી જેટલો.