________________
[૭૩] ચિંતવે તેવો થાય
૧૧૫
છતાં સામાને દુઃખ થાય તો જ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા ઃ ભગવાનની ભાષામાં જો અવળું-સવળું ના હોય, તો પછી માથાકૂટ જ કરવાની ક્યાં રહી ?
દાદાશ્રી : કશું માથાકૂટ કરવાની નથી. તેથી જ હું કહું છું ને, જુઓ ફક્ત. કોઈને દુઃખ ના થાય. ભગવાનની ભાષામાં એટલું કહે છે કે સામાને દુઃખ થાય તો તમે પ્રતિક્રમણ કરજો. પણ સામાને દુઃખ ના થાય તો કશું જ હરકત નહીં, તમે શુદ્ધાત્મા જ છો.
આત્મા રત્ન ચિંતામણિ, સ્ફટિક જેવો છે. સામે એક લાલ ફૂલ આવ્યું હોય તો લાલ દેખાય અને લીલું આવ્યું હોય તો લીલું દેખાય, કાળું હોય તો કાળું દેખાય, તેવો સ્ફટિક જેવો છે. ઉગ્ર પરમાણુ ઊભા થાય તો આત્મામાં ઉગ્રતા દેખાય. ત્યારે કહે, મને ક્રોધ થયો. આત્મામાં એવા ગુણ છે જ નહીં.
ચારિત્રમોહે ચિંતવે તેવો થાય મને આમ થયું આ છે તો મોહ, આ સત્સંગ કરીએ છીએને તેય મોહ કહેવાય. આ મોહ જ છે બધો, પણ આ ચારિત્રમોહ છે. એટલે એ ચારિત્રમોહ કોનું નામ કહેવાય, કે સમભાવે નિકાલ કરી નાખીએ, તો એ ગયો, ઊડી જ ગયો. એ આપણને અડે નહીં. પેલો ખરો મોહ તો ચોંટ્યા વગર રહે જ નહીં કોઈનો. એટલે આ દર્શનમોહ ગયેલો, એટલે ચારિત્રમોહ એકલો બાકી રહ્યો છે. જેને ડિસ્ચાર્જ મોહ કહેવામાં આવે છે. હવે ડિસ્ચાર્જ મોહમાં હું આમ છું ને તેમ છું ને એવું બધું કલ્પના કર્યા કરે તો તેવો થઈ જાય, પાછો. એટલે હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કર્યા કરે તો પાછું એ. અને ચંદુને તો જે થવાનું હોય છે, જે એનો છે સ્વભાવ, તે તો નીકળવાનો જ પ્રકૃતિ સ્વભાવ, તેને લેવાદેવા નથી. તમારે ફક્ત એનો નિકાલ કરી નાખવાનો છે, ફાઈલોનો. જેટલી ફાઈલો આવે એટલી બધી નિકાલ કરી નાખવાની.
પ્રશ્નકર્તા: દાદા, બીજા બધા લોક આપણને કહેતા હોય તો તેની શું ઈફેક્ટ થાય છે? બહારના માણસ બીજા માણસને આપણા વિશે કહેતા હોય, એની શું અસર થાય ?