________________
૧૧૪
નથી ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
શુદ્ધાત્માપદે બેસી, જુઓ ડિસ્ચાર્જ પરિણામને
પ્રશ્નકર્તા : આ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધાત્માનું ભાન જ
દાદાશ્રી : એને ભાન હોય કેવી રીતે પણ, પોતે પોતાનું ભાન તો જ્યારે આપણે કરાવીએ ત્યારે એને ભાન થાય.
પ્રશ્નકર્તા : નહીં, નહીં. પણ તમે જ્ઞાન આપ્યું, તો આ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને ભાન થયુંને ?
દાદાશ્રી : એને પોતાને ભાન થયું જ ને ! એ ભાન થયું ત્યારે તો એ શુદ્ધાત્મા બોલવા માંડ્યો. જે ભાન હતું તે ફેરફાર લાગ્યું એટલે એને લાગ્યું કે આ તો હું ન્હોય, હું તો શુદ્ધાત્મા.
‘હું શુદ્ધાત્મા છું’ બોલ્યો, ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો કે હું આમ છું, તેમ છું, એ બધું વિકલ્પ. એનાથી બધો સંસાર ઊભો થાય અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાંય આ ચંદુને તો બેઉ કાર્યો રહેવાના ચાલુ. સારા ને ખોટા બેઉ ચાલુ રહેવાના કે નહીં રહેવાના ? આમ અવળુંય કરે ને સવળુંય કરે, એ તો ચાલુ રહેવાનુંને ? હવે એ ચાલુ રહેવાનું તેને શું કરવાનું ? અવળુંસવળું બેઉ કર્યા વગર રહે નહીં, પ્રકૃતિનો સ્વભાવ. કોઈ એકલું સવળું કરી શકે નહીં. કોઈ થોડું અવળું કરે, તો કોઈ વધારે અવળું કરે. ના કરવું હોય તોય થઈ જવાનું એટલે ‘તું શુદ્ધાત્મા છું’ એ નક્કી કરીને આ બધું અવળું-સવળું ‘જો’ કારણ કે તને અવળું થયું એટલે તારા મનમાં એમ કલ્પના નહીં કરવાની, કે મારે અવળું થયું એટલે ‘શુદ્ધાત્મા’ મારો બગડ્યો. શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો આ અવળુંસવળું થાય છે, એ તો પરિણામ આવેલા છે. પહેલા ભૂલ કરી'તી, તેના પરિણામ છે. એ પરિણામને જોયા કરો, સમભાવે નિકાલ કરો અને અવળું-સવળું તો અહીં આગળ લોકની ભાષામાં છે, ભગવાનની ભાષામાં અવળું-સવળું કશું છે નહીં.