________________
[૭.૨] અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ દષ્ટિ ફરતા થાય ચિંતવત, અચિંત્ય ચિંતામણિતું પ્રશ્નકર્તા: અચિંત્ય ચિંતનમ્ એટલે શું ? અચિંત્ય ચિંતન ?
દાદાશ્રી : અચિંત્ય એટલે જ્યાં આપણી કલ્પના ન પહોંચે એ ચિંતન, ચિંતવી શકાય નહીં એવું ચિંતવન. મૂળ આત્માને અચિંત્ય ચિંતામણિ કહ્યો છે. ત્યાં કલ્પના-બલ્પના પહોંચી શકે નહીં. ત્યાં આગળ કોઈ પણ રસ્ત શબ્દ પહોંચે નહીં. અવર્ણનીય, અવક્તવ્ય, અચિંત્ય ચિંતામણિ !
કલ્પનામાં ના આવે એવું એ ચિંતામણિ સ્વરૂપ છે પ્રભુનું. ચિંતામણિ એટલે જે માગો એ મળે. જેવું ચિંતવો તેવું ફળ આપે. અચિંત્ય એટલે તમારી કલ્પનામાં નહીં આવે. એનું તોલ તો તમે કદી કરી શકશો નહીં.
પ્રશ્નકર્તા: તો પછી એનું ચિંતન કેવી રીતે થાય ?
દાદાશ્રી : થઈ શકે નહીં. આ દૃષ્ટિ તો તમારી ભૌતિક સન્મુખ છે ને ? એ તો જ્ઞાની પુરુષ તમારા પાપ ધોઈ આપે ને તમને દૃષ્ટિ ફેરવી આપે ને અધ્યાત્મ સન્મુખ, આત્મા સન્મુખ કરી આપે ત્યારે દૃષ્ટિ પહોંચે, નહીં તો પહોંચે નહીંને ! ત્યાર પછી અચિંત્ય ચિંતામણિ હાથમાં આવે.
પ્રશ્નકર્તા: આત્મતત્ત્વનું ચિંતવન તો મનુષ્ય કરવું જ જોઈએ અને કરતા પણ હોઈએ જ છીએ ને?