________________
૧૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ત્યાં તો વિકાર હોય જ નહીં, “અનાસક્ત”, “અકામી' !
પ્રશ્નકર્તા: એટલે આ અહંકારેય તે રૂપ થઈ શકે છે એટલો ? અહંકાર પણ નિર્વિકાર થઈ શકે છે ?
દાદાશ્રી : નિર્વિકારી જ છે, એને વળી હું વિકારી છું થાય તો વિકારી થઈ ગયો. નિર્વિકારી તો નિર્વિકારી, ‘બ્રહ્મચારી” તે બ્રહ્મચારી થઈ ગયો. “હું શુદ્ધાત્મા' ત્યાં શુદ્ધ થઈ ગયો. એ જેવો ચિંતવે એવો થઈ જાય. વ્યવહાર આત્મા એ “રસ્ત ચિંતામણિ', પાડ્યો અલૌકિક ફોડ
પ્રશ્નકર્તા : આત્મા વિશે ચિંતવન કરે તો એવો થાય પછી?
દાદાશ્રી આત્માનું ચિંતવન કરે તો આત્મા પામે છે. જેવું ચિંતવે તેવો થઈ જાય. એને “રત્ન ચિંતામણિ' કહ્યો.
પ્રશ્નકર્તા : દાદા, વ્યવહાર આત્મા પણ રત્ન ચિંતામણિ જેવો છે, એમ કહેવાય ને ?
દાદાશ્રી : આ વ્યવહાર આત્મા છે જ રત્ન ચિંતામણિ, પણ શું ચિંતવે છે ? હું તો આમનો જમાઈ છું. તે મૂઆ આવું રહેવું છે ? રત્ન ચિંતામણિનો લાભ આવો લેવો છે ? જમાઈ થવા માટે છે આ ? અને આમનો સસરો થઉ ! લે, અને આમનો સાળો થઉં, કહે છે. આવું ચિંતવવા માટે છે ? રત્ન ચિંતામણિ તો ઠેઠ આત્મા પમાડે છે. જ્ઞાતી ચિંતવે 'આત્મા', ન ચિંતવે સાળો-સસરો-જમાઈ
ત્યારે મૂઆ આવું બધું ચિંતવવાનું આત્માથી ? રત્ન ચિંતામણિ, એમાં ના કહેવાય નહીં પણ ચિંતવવાનું આવું હોય? હું શું ચિંતવતો હતો? આત્માનું ચિંતવતો હતો. હું જાણતો'તો કે આ રત્ન ચિંતામણિ. મારા આત્માનું જ ચિંતવન. બીજું ચિંતવન, હું સાળો થઉં, સસરો થવામાં હું માનતો નહોતો. આ લપ કંઈ ? લપ જે કહી તે વળગી, જે કહી તે વળગી, જે કહી તે વળગી એમાં આપણે શું કામ છે ? મેલ પૂળો. અમે પાછા પટેલ કોમ કહેવાય. મેલ પૂળો સમજી જઈએ. મેલ પૂળો ! આનો ક્યારે પાર આવે? ચિંતવન શેનું કરવાનું છે ? આત્માનું. હું આત્મા છું, આ હોય