________________
[૭.૨] અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ
૧૦૯
આવો. આવો આત્મા ન હોય. આવું ના હોય, આવું ના હોય, આવું ન હોય. ચિંતવન કેવું જોઈએ પાછું ? અખંડ ચિંતવન જોઈએ. વ્યવહાર આત્મા રત્ત ચિંતામણિ, મૂળ આત્મા અચિંત્ય ચિંતામણિ
પ્રશ્નકર્તા: દાદા, આ તો કેવું ભવ્ય કે વ્યવહાર આત્માને પણ રત્ન ચિંતામણિ કહ્યો, તો શુદ્ધાત્મા કેવો ?
દાદાશ્રી : એની તો વાત જ ક્યાં કહેવાય !
આત્મા પોતે જ સમાધિસ્વરૂપ છે, પોતે જ મોક્ષસ્વરૂપ છે, પોતે જ પરમાત્મા છે. બધી રીતે પોતે જ છે, અચિંત્ય ચિંતામણિ છે. એ પોતે જ ભગવાન છે, પણ વ્યવહાર આત્માનું ચિંતવન કેટલું બધું કામ કરે છે લોકોને કે આ ચિંતવે, હું તો આ ઉપાધ્યાય થઈ ગયો, હવે આચાર્ય થવાનો છું, તો પેલો આત્મા કહેશે, જાવ, તમે આચાર્ય થઈ જાઓ. બોલો, કોણ ચિંતવે છે ? વ્યવહાર આત્મા !
એટલે મારું કહેવાનું કે જે રસ્તો છે એ રસ્તે ચાલતો નથી, એનો લાભ ઊઠાવવો નથી. એવું જ કરેને? તે તમને આપણા જ્ઞાન લીધા પહેલા હું શુદ્ધાત્મા છું' એવું ચિંતવન થયું'તું કોઈ દહાડો કે મને પાપ અડતું નથી કે હું નિર્લેપ છું ?
પ્રશ્નકર્તા નહીં કરેલું, એવો કોઈ વિચાર નહીં આવેલો.
દાદાશ્રી : જેવા સંજોગ બેસેને એવું ચિંતવન થાય. અને આ ધર્મોવાળા બધા શું કરે છે ? એને ચિંતવન આપતા નથી. જો ચિંતવન આપેને તો કલ્યાણ થાય. બાકી આ ધર્મોવાળા તો બીજા વિકલ્પ બેસાડી આપે છે. પેલા જૂના વિકલ્પ કાઢે છે અને નવા વિકલ્પ બેસાડી આપે છે. એટલે ભટક ભટક ભટક ભટક. શાનું ચિંતવન કરવાનું તે ખબર જ નથી ને બીજા વિકલ્પો બેસાડીને લોકોને ખલાસ કરી નાખેલા છે. તમે જ્યાં ગયા ત્યાં બીજા-બીજા વિકલ્પો બેસાડેલા કે તમને ? બીજા બધા વિકલ્પો બેસાડતા'તાને ? શું વિકલ્પો બેસાડે ? આમ કરો, આમ કરો. મૂઆ, કરવાથી તો બંધાયા છે. વળી પાછા આમ કરો, આમ કરો શું કરવા કરે