________________
૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : પણ દાદા, એ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને એમ થાયને ?
દાદાશ્રી : (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માને એ બધું જોવાની જરૂર નથી. પ્રતિષ્ઠિત આત્મા તો સમજાવવા માટે કહ્યું છે કે આ શું છે ને આ શું છે, વિગત સમજાવવા માટે. પ્રતિષ્ઠિત આત્મા ને પેલો મૂળ આત્મા, બે વિભાગ જાણવા માટે બતાવેલા, સમજવા માટે.
પણ આ જેવું કહ્યું એવો થઈ જાય. આખું જગત તેવું જ થઈ ગયું છે ને ! આ બધા જપ કરે, તપ કરે, તો જેવું કરે, જેવો વિચાર કરે તેવો થઈ જાય, જેવું બોલે તેવો થઈ જાય, જેવું વર્તન કરે તેવો થઈ જાય. જેવું કલ્પ એવો થઈ જાય. એ જ મુખ્ય આત્માના ગુણને લઈને, બાકી ખરેખર બનતું નથી એવું. ખરેખર તો આત્મા, આત્મા જ રહે છે પણ અસર થાય છે એવી રોંગ બિલીફો બેસી જાય છે.
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુમાં ફેરફાર નથી થતો.
દાદાશ્રી: ના, મૂળ વસ્તુમાં નહીં. મૂળ વસ્તુ ફેરફાર થાય તો નાશ થઈ જાય, મૂળ વસ્તુનો નાશ થાય. મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર નથી થતો. એ મૂળ વસ્તુ તરીકે વસ્તુત્વમાં કોઈ ફેરફાર નથી થતો, અવસ્થામાં ફેરફાર થાય છે.
ધે તેવું પુદ્ગલ ધારણ કરે તેવી પૂગલની શક્તિ
આત્માએ જે કલ્પેલું, જાણે કે અજાણે ભૂલાય નહીં. તે આવીને ઊભું જ રહે એવી આત્માની કલ્પશક્તિ છે. દુનિયામાં કાણું પાડું એવું કલ્પેલું નહીં, નહીં તો કાણું પાડે એવીય શક્તિ ખીલે તેમ છે. આ ચંદ્ર ઉપર જવા કલ્પેલું તે શક્તિ ખીલી ને ચંદ્ર ઉપર પહોંચ્યા. આ આત્માની શક્તિઓ દેખાડે છે, કેટલી શક્તિ છે ! એક કલ્પશક્તિ શું ના કરે ?
પ્રશ્નકર્તા અને એ કલ્પશક્તિ કાર્યકારી અહીંયા લોકાકાશમાં જ છે ?