SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧OO આપ્તવાણી-૧૪ (ભાગ-૫) ન થાય. નહીં તો એમ ને એમ સીધા તો કંઈ ગધેડા થવાનું ચિંતવે એવા નથી માણસ. એ ભૂલથી પેલું બીજું ચિંતવન થઈ જાય એટલે ગધેડાનું ફળ મળે. કલ્પતા તે નથી સંજોગાધીન, એ છે જ્ઞાતાધીત પ્રશ્નકર્તા: જેવા સંયોગો ભેગા થાય, એ પ્રમાણે ભાવ થાય કે જેવા ભાવ કર્યા હોય એ પ્રમાણે સંયોગો ભેગા થાય ? દાદાશ્રી : એ બેઉ કાર્ય-કારણ છે. પ્રશ્નકર્તા: કલ્પ એવો થઈ જાય છે જે ભાવ થયો, પણ સંયોગ આધીન છે ? દાદાશ્રી: ના, કલ્પે એવો ભાવ થયો એ સંજોગ આધીન નથી, એ જ્ઞાનના આધીન છે. કયું? આ જે અનુભવ જ્ઞાન છે, એને આધીન છે એ. એટલે કહ્યું છે કે કલ્પી ના લેશો. આત્માનું કુલમુખત્યાર પત્ર કલ્પનાના હાથમાં છે. જે ખરી કલ્પના કહેવાય છે તે ચાર્જસ્વરૂપ છે. આ પાવર ઈગોઈઝમ પાસે છે, તે જેવું ચિંતવે તેવું અંદર ચાર્જ થઈ જાય. આ તેને જ બંધ કરવામાં આવે તો જ કામ થાય. આપી “શુદ્ધાત્મા'ની કલ્પતા, થાય તે રૂપ પ્રશ્નકર્તા : દાદા, આ કલ્પી ના લેવું એ આપણા હાથમાં છે? દાદાશ્રી : હા, જ્ઞાન પછી એ આપણા હાથમાં છે. એ જેવો કલ્પ એવો થઈ જાય. એટલે માટે આ ગા ગા કરીએને, તેવો થઈ જાય આત્મા. આ બધાને ગવડાય ગવડાય શા હારુ કરીએ છીએ? તે રૂપ આત્મા થયા કરે. આપણે એમને ‘હું શુદ્ધાત્મા છું' એવું કરાવીએ છીએ, તો તેવો થતો જાય. આપણે જે દેખાડ્યું છે તેવો જ થતો જાય છે. માટે આ પાંચ વાક્યો આપ્યા છે. આ બધા પાપ તો છે તે ચંદુના, તારે શું લેવાદેવા ? એટલે પારકી વસ્તુ આપણે માથે લઈએ તો આપણે પાછા તેવા રૂપ થઈ જઈએ. આ વિજ્ઞાન છે !
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy