________________
[૭.૧] કલ્પસ્વરૂપ
૧૦૧
જગતનો સ્વભાવ છે કે, દરેક પોતે કહ્યું તેવો થઈ શકે છે. છતાં લોક શુંનું શુંય કલ્પનાનું સર્જન કર્યું જાય છે. દરેક પોતાને મનગમતું ને મનફાવતું સર્જન કરે છે. કોઈ ડૉક્ટર થવાનું, કોઈ વકીલ થવાનું તો કોઈ કહેશે કે સાત છોકરાંના બાપ થવું, પણ કોઈ શુદ્ધાત્મા થવાની ઈચ્છા કરે છે ?
પ્રશ્નકર્તા ઃ એટલે આપણે શુદ્ધાત્મા કહીએ છીએ.
દાદાશ્રી તેથી કહીએ છીએ ત્યારે. જેવો કલ્પ એવો થઈ જાય. હવે એ કલ્પના, એક જ ઝોકું લાગેલું હોય આમ એને “કલ્પના” કહીએ. એક ઝોકું વાગીને ઊભું કર્યું કે હું તો ચંદુલાલ બ્રાહ્મણ છું, આનો સસરો થાઉં.” હવે એ ઝોકામાં આ જે કલ્પના ઊભી થઈ એ કલ્પનામાં, આ કલ્પનાથી વિશેષ કલ્પના થાય પછી. એમાંથી બીજા ઝોકા ઊભા થાય ત્યારે એને “મેન્ટલ હોસ્પિટલ” કહ્યું. ધીસ ઈઝ ધ ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલ અને પેલી સેકન્ડ મેન્ટલ. આ ફર્સ્ટ મેન્ટલ હોસ્પિટલમાં રહેનારા દર્દીઓ પેલા મેન્ટલ હોસ્પિટલને “મેન્ટલ હોસ્પિટલ' કહે અને પોતાની જાતને “મેન્ટલ” ના કહે. બાકી જ્ઞાનીઓ આમને “મેન્ટલ” કહે. ફર્સ્ટ મેન્ટલ અને આ પેલા સેકન્ડ મેન્ટલ.
વિચારતો જ્ઞાતા, એ જ નિર્વિકલ્પ-નિર્વિચાર પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નિર્વિચાર દશા શરૂ થાય છે ?
દાદાશ્રી: એકલી નિર્વિચાર દશા જ નહીં, નિર્વિકલ્પી દશા અને નિર્વિકલ્પી એ જ નિર્વિચાર દશા.
શુદ્ધાત્મા’ થયા પછી સંકલ્પ ને વિકલ્પ બેઉ ગયા. હવે મનમાંથી નીકળે તે બધા જ્ઞય છે.
મનનો ધર્મ જ વિચાર કરવાનો છે. તેથી કરીને સંકલ્પ-વિકલ્પ કહેવાતા નથી. પણ મનના ધર્મને જો આપણો ધર્મ માનીએ કે મને વિચાર આવ્યા, તો એ સંકલ્પ-વિકલ્પ કહેવાય છે.
હવે એ વિચર્યો તે ઘડીએ વિકલ્પ કહેવાય. તન્મયાકાર થયો કે એની