________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સાથે વિકલ્પ, બીજો વિશેષ કલ્પ કર્યો આ. પોતે કલ્પસ્વરૂપ તેને બદલે આ વિકલ્પ કર્યો, વિશેષ કલ્પ કર્યો. જેટલો વખત વિચર્યો એટલા વિકલ્પ અને વિચર્યો નહીં ને મનને જોયું એ નિર્વિકલ્પ.
૧૦૨
જો જ્ઞાન મળ્યું અને જ્ઞાની થયો તો મન તો ફિલમ છે અને જ્ઞાન ના મળ્યું હોય તો તે તેની મનની સાથે તન્મય થાય તેવું નાવડું છે.
આ જ્ઞાન પામ્યા એટલે તમે વિચારવિહીન તો થયેલા જ છો. પણ અજાગૃતિથી વિચારોમાં પાછા તન્મયાકાર થવા દોડો છો.
તમારે નિર્વિકલ્પ થવાનું છે. તમે નિર્વિકલ્પી થયા એટલે મનમાં શું થાય છે, એ અધ્યવસાન દેખાયા કરે. બસ, એને જોયા કરો.
****