________________
૯૧
[૭.૧] કલ્પસ્વરૂપ
શુભના મોટા-મોટા વિકલ્પ કર્યા હોય તો તેય ફળ આપે. કોઈને મારી નાખવાના ભાવ કર્યા હોય તો એવું ફળ આવે ને દાન આપવાના ભાવ કર્યા હોય તો તેવું ફળ આવે.
આત્મા (વિભાવિક “હું')નું કોઈ પણ ચિંતવન નકામું જતું નથી. એટલું સારું છે કે જાડા થરમાં ચિંતવન થાય છે એટલે ચાલી જાય છે. ઊંચી જાતના ચિંતવનમાં એક મિનિટના પાંચ હજાર ‘રિવોલ્યુશન’ હોય. દરેકનું ચિંતવન જુદું જુદું હોય, એવું અનંત જાતનું ચિંતવન છે. તેથી તો આ જગતમાં જાતજાતના લોકો દેખાય છે ને !
પ્રશ્નકર્તા એટલે આત્માની કલ્પનાથી, ચિંતવનાથી વિકલ્પ થાય?
દાદાશ્રી: મૂળ આત્મા પોતે ચિંતવે નહીં એવો છે પણ જેવું અહંકાર, વિભાવિક “હું'નું આરોપણ થઈ ચિંતવાય તેવા વિકલ્પ થઈ જાય. પોતે કલ્પ નથી રહ્યો તેથી વિકલ્પ થયો. એણે કોઈ પણ જાતની કલ્પના કરી એટલે વિકલ્પ થયો.
આત્મા તો મૂળથી જ વીતરાગ છે, તે રાગી કે દ્વેષી નથી. તેના સ્વભાવમાં જ ઈચ્છા નથી. પણ આત્માને બીજા તત્ત્વોનો સંયોગ ટચ થાય છે એટલે તેનું સ્વાભાવિક સુખ તે ઉપાધિભાવ થઈ જાય છે ને વિકલ્પ થઈ જાય છે, વિભાવિક થઈ જાય છે. ઉપાધિભાવથી કલ્પ સ્વભાવી હોવાથી જેવો ચિંતવે તેવો થઈ જાય છે.
કલ્પ' એ રિયલ સત્ય, “વિકલ્પ' એ રિલેટિવ સત્ય
આ સંસાર એ તો આત્માનો વિકલ્પ છે. પોતે કલ્પસ્વરૂપ ને આ સંસાર એ વિકલ્પસ્વરૂપ, બે જ છે. તો વિકલ્પ કંઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ વિકલ્પ એટલે રિલેટિવ સત્ય છે અને કલ્પ એ રિયલ સત્ય
રિયલ એટલે કલ્પ અને રિલેટિવ એટલે વિકલ્પ. તે વિકલ્પય કરેક્ટ છે, પણ આ વિનાશી કરેક્ટ છે અને પેલું અવિનાશી કરેક્ટ છે. બેઉમાં ફેર એટલો જ છે.