________________
[૭.૧] કલ્પસ્વરૂપ
મારું બોલે તે સંકલ્પ. વિકલ્પ એટલે હું અને સંકલ્પ એટલે મારું. જેને હુંમારું ગયું તે એ નિર્વિકલ્પ.
પોતે તો “કલ્પ સ્વરૂપ છે, પણ નિર્વિકલ્પ કેમ કહેવાયો? ત્યારે કહે છે કે વિકલ્પ કર્યો તો તેથી નિર્વિકલ્પ કહેવાયો. પાછા આવ્યા માટે નિર્વિકલ્પ કહેવાયો.
નિર્વિકલ્પી તો છે જ પણ એને વિશેષણ આપવાની શી જરૂર? ત્યારે કહે, વિકલ્પી થયો હતો માટે નિર્વિકલ્પી કહેવાયો. બંધાયેલો હોય તેને મોક્ષ કહેવું પડે, પણ મોક્ષમાં જ હોય તેને મોક્ષ શેનો કહેવાનો ? આત્મા કલ્પસ્વરૂપ છે. અને વિકલ્પ કરો એટલે પછી સંસાર ઊભો થાય અને નિર્વિકલ્પ આવે તો મૂળ સ્વરૂપમાં આવી જવાય. વિલ્પ જતા થયો નિર્વિકલ્પ, તે હવે થશે લ્પસ્વરૂપ પ્રશ્નકર્તા : વિકલ્પી એ પોતે જ નિર્વિકલ્પી થાય છે ?
દાદાશ્રી : નિર્વિકલ્પી પોતે છે જ અને આ વિકલ્પીય છે પોતે. અમુક સંજોગોને લઈને વિકલ્પી થયો છે, એ જ સંજોગો ખસી જાય તો નિર્વિકલ્પી જ છે.
પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ એટલે કલ્પ સ્વરૂપ મટી જાય ?
દાદાશ્રી : કલ્પ જ રહે, નિર્વિકલ્પ. વિકલ્પ બંધ થઈ ગયો એટલે કલ્પ મૂળ સ્થિતિમાં આવ્યો, નિર્વિકલ્પ.
પ્રશ્નકર્તા નિર્વિકલ્પ છે, કલ્પ સ્વરૂપ છે, આ બધું ગોટાઈ ગયું. આત્મા કલ્પ સ્વરૂપ છે, બીજી બાજુ તમે કહો છે નિર્વિકલ્પ છે !
દાદાશ્રી : હા, નિર્વિકલ્પ અને કલ્પ, એ બે એક જ. એ તો એ કહેવા માગે છે કે વિકલ્પ ગયા હવે, હવે કલ્પ થશે. આ વચલી સ્થિતિ છે. એક દેવાળિયો માણસ દેવાથી મુક્ત થયો તેથી કંઈ શરાફ નહીં થયો હજુ. પછી એમાંથી પ્યૉરિટી આવે, એક્ઝક્ટનેસ આવે ત્યારે એ શરાફ કહેવાય. એટલે આ વિકલ્પ ગયા એટલે નિર્વિકલ્પ થયો, પણ કલ્પ નથી થયો હજુ.