________________
६८
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સ્વયં પ્રાણ-શક્તિથી જીવતાર, સ્વયં સુખનો ભોક્તા
આત્માને અવલંબનની કોઈ જરૂર નથી. ઓઢવાની-પાથરવાની કે ખાવાની-પીવાની કોઈ અવલંબનની જરૂર નથી. પોતે સ્વતંત્ર નિરાલંબ રહી શકે. એ પોતાના પ્રાણ, પોતાના સુખે કરીને જીવે છે, બીજા કોઈની જરૂર નહીં.
માણસ છે તે હવા હોય તો જીવે, પાણી હોય તો જીવે, ખાવાનું હોય તો જીવે, પણ આને તો કોઈ ચીજની જરૂર નહીં. કોઈ જીવાડનાર નહીં, કોઈ એને મારનાર નહીં, કોઈ દુઃખ આપનાર નહીં. અનંત અવતાર, અનંત મુશ્કેલીમાંય પણ એ મુશ્કેલી પૂફ, મુશ્કેલી રહિત.
એને કોઈ મુશ્કેલી અડે નહીં, કોઈ દુઃખ અડે નહીં. મરણ થાય નહીં એનું. કોઈ પણ એવો ઉપાય નથી જે એનું મરણ કરે. અને જીવન આપી શકે નહીં કોઈ. પોતાની સ્વયં શક્તિથી જ જીવનાર અને સ્વયં સુખનો ભોક્તા.
પ્રશ્નકર્તા સ્વયં સુખો એટલે કેવા સુખો ?
દાદાશ્રી : જે સુખ, દુઃખ વગરનું હોય, અંતર દુઃખ ના આવે. જે સુખ ઈમોશનલ વગરનું હોય, નિરાકુળતાવાળું હોય. ગાળો ભાંડે તો વ્યાકુળ ના થઈ જાય અને ફૂલ ચઢાવે તો આકુળ ના થઈ જાય.
અવ્યાબાધ, એટલે બાધા-પીડા રહિત, અઈફેક્ટિવ
પ્રશ્નકર્તા: અવ્યાબાધ સ્વરૂપી આત્મા છે, તે હજુ વિસ્તારથી સમજાવો.
દાદાશ્રી : આ સંસારમાં હરેક ચીજ બાધા-પીડાવાળી છે. કારણ કે એ ચીજનું મટિરિયલ, ચીજનું વજન છે, દેખાવ છે, ઈફેક્ટિવ છે, એ બધું દુઃખદાયી જ છે ને આત્માને તો વજન નથી, દેખાવેય નથી એટલે એ અનુઈફેક્ટિવ છે.
પ્રશ્નકર્તા : અનુ-ઈફેક્ટડ બાય એનિથિંગ ફ્રોમ આઉટ સાઈડ (બહારની બાજુથી કોઈ પણ વસ્તુથી અસર રહિતી ?