________________
[૬] ટંકોત્કીર્ણ
૮૧
આત્મા શુદ્ધ જ, અવસ્થા સંયોગી પ્રશ્નકર્તા: આ અનાદિ કાળથી દેહ અને આત્મા જો ભેગા જ હોય, તો એકબીજાના સ્વભાવની કંઈ અસર ના થાય ?
દાદાશ્રી : કશું અસર જ ના થાય. ક્યારેય અસર થાય નહીં. એમાં ફેરફાર ના થાય, ડાઘ ના પડે, કશું જ ન થાય એવું કંકોત્કીર્ણ છે. એટલે જ છૂટું પાડી શકેને? નહીં તો જ્ઞાની શી રીતે છૂટું પાડે ? જો કદી કમ્પાઉન્ડ થઈ જાય એટલે ખલાસ થઈ જાય. આ તો સંયોગસ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : દાદા, સામાન્ય રીતે જોઈએ તો આ જીવની એટલે આત્માની અશુદ્ધિકરણની જે ક્રિયાઓ હતી, એમાંથી શુદ્ધિકરણની ક્રિયાઓ જ થાય છે ને ?
દાદાશ્રી: ના, એ શુદ્ધિકરણ નહીં. એ અશુદ્ધિ ને શુદ્ધિ હોતું જ નથી, એ તો આવરણ હોય છે.
પ્રશ્નકર્તા : હવે આ જે આવરણ છે એ કુદરતી છે ?
દાદાશ્રી : હા, કુદરતી. એ તો આ બધા તત્ત્વો ભેગા થઈ સમસરણ થયા કરે એટલે એના પ્રયોગ કરીને છે આ. કોઈએ કર્યું નથી કે એણે પોતે કરાવડાવ્યું નથી. સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.
જેમાં દેહ એય સંયોગી છે. આત્મા સંયોગી પદાર્થ નથી, આત્મા સ્વાભાવિક પદાર્થ છે. સંયોગી પદાર્થ હોયને, ત્યાં ટુકડા પછી પાછા ટુકડા થઈ શકે.
પ્રશ્નકર્તા: આ જે સંયોગ છે એ પુદ્ગલની અવસ્થા છે, તો આત્માને ને કર્મને સંયોગ સંબંધ છે ?
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા ઃ આત્માની તો પહેલેથી શુદ્ધ જ અવસ્થા છે ને ?
દાદાશ્રી : શુદ્ધ જ અવસ્થા છે, ફક્ત આવરણ જ ચહ્યા છે.