________________
[૬] ટંકોત્કીર્ણ
એક્ઝેક્ટ ના થાય. એટલે ટંકોત્કીર્ણ આ તીર્થંકરો એકલાનો જ શબ્દ છે. બીજી જગ્યાએ વપરાય નહીં એવો શબ્દ પાછો. બીજી જગ્યાએ વપરાય તો ભાષામાં આવે.
૭૯
તીર્થંકરોતો શબ્દ જ્ઞાતી સમજાવે સંજ્ઞાથી
ટંકોત્કીર્ણ એ ભગવાન સમજ્યા છે અને જ્ઞાની સમજે છે. જ્ઞાની શબ્દથી ના સમજાવી શકે. શબ્દથી સમજાવી શકાય એવી નથી વસ્તુ.
આ આટલો સાહિત્યની ભાષામાં શબ્દ જ નથી. એ તીર્થંકરોનો સિદ્ધ શબ્દ છે, ચોવીસેય તીર્થંકરોનો. ટંકોત્કીર્ણ એ સંજ્ઞા ભાષાનો શબ્દ છે. શાસ્ત્રજ્ઞાની કશું સમજે નહીં એને. એ તીર્થંકર મહારાજનો શબ્દ છે અને એને યથાર્થ જ્ઞાની સમજે કે એ ટંકોત્કીર્ણ એટલે શું ? તમને સમજાવે ખરા, પણ તમે તમારી ભાષામાં સમજી જાવ. શબ્દથી જેટલું વર્ણન સમજાવાય એટલું સમજાવે અને પેલું તો આંખે જોઈને બોલે. ટંકોત્કીર્ણ આંખે દેખાય એમને.
ટંકોત્કીર્ણ એ પરમાર્થ ભાષાનો શબ્દ છે અને સ્વાનુભવ તેનું પ્રમાણ છે. અને કેવળજ્ઞાન થાય ત્યારે જ આ ટંકોત્કીર્ણ શબ્દ સમજાય તેવો છે.
ટંકોત્કીર્ણ એ શબ્દ બહુ ભારે છે. કોઈનું ગજું નથી એનો અર્થ કરવા માટે. અર્થ કરે પણ સહુ સહુની ભાષામાં કરે. જ્ઞાની પુરુષ જે સમજાવેને છેલ્લી ભાષાનો તે. આ હું તમને સમજાવું એ છેલ્લી ભાષાનું. પણ છેલ્લી ભાષાના શબ્દો નીકળે નહીં. કારણ કે શબ્દો નથી હોતા ત્યાં આગળ. મૂળ વસ્તુ કહેવા માટે શબ્દો નથી હોતા. મૂળ વસ્તુ બધી શબ્દાતીત છે. એને માટે આ સંજ્ઞા કરાવડાવીએ છીએ. સંજ્ઞાસૂચક શબ્દ હોય. મૂળ વસ્તુ અમારા જ્ઞાનમાં હોય, પણ એને બોલી શકાય નહીં. તે આ સંશાસૂચક શબ્દ બોલીએ, બાકી મૂળ વસ્તુને માટે શબ્દો જ નથી. જેટલી મૂળ વસ્તુઓ અવિનાશી છે, એને માટે શબ્દો જ નથી. આ જ્ઞાનીઓએ શબ્દ આપેલા, તેય સંજ્ઞા પૂરતા. આ આત્મા શબ્દ મૂક્યો છે ને, તે પણ આત્મા સંજ્ઞા બતાવવા માટે. બાકી એનું નામ ના હોય, રૂપ ના હોય, કશુંય ના હોય, સંજ્ઞા !